પારેવાની વ્યગ્રતા (અછાંદસ)

રક્તના ઊડી રહ્યા ચોમેર છાંટા।
સ્મશાનના ધુમાડા, ને કબ્રસ્તાનના સન્નાટા;
રગદોળી રહ્યા ધરતીની છટા.
ચળકતી કટારો, ને અર્ધબળ્યું માનવમાંસ,
મૃત્યુની ગંધથી ઘૂંટાઈ રહી ઘટા;

ઈસુના દયાભાવને હવે કોણ રક્ષે ?
રાહબર જ જ્યાં એના ચડાવે કરુણાને વધસ્તંભે !
ભૂલી ભાઈચારો એ મોહમ્મદનો ચીંધ્યો
મચાવી રહ્યા શાંતિ કાજે શોર હવે એના જ મુરીદો !

વિસ્મરાઈ ગયો
વિષાદયોગી અર્જુન પણ આજે,
સમજવાને હતો જે અસમર્થ;
થયાં શાને ભાઈ-ભાઈનાં મન ખાટાં ?

કાલ સુધી થતી હતી જ્યાં અમીવર્ષા;
વેરઝેર, ને શંકાના ઊગ્યા,
મિત્રોની આંખોમાં કાંટા;
વેરાન ગલીઓ, નિર્જન રસ્તા;
જાણે ભૂતિયા નગર તરફના ફાંટા;

અમાનુષી તાંડવનું મૂક સાક્ષી બન્યું આકાશ;
એની વિવશ વિશાળતામાં ઘુમરાતું
ભોળું એક પારેવું, વિચારી થાય વ્યગ્ર;

શોધું ક્યાં એ કૃષ્ણ,
કહી ને ગયો જે
સંભવામિ યુગે યુગે !!!

-મુનિરા અમી

Advertisements

4 comments

 1. મુનીરાને વિનંતી કે, ‘અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા’ વાંચી જુએ. આમ કેમ થાય છે – એ તરત સમજાઈ જશે,વલીદાને એ કલ્પના ગમી હતી.
  ———–
  રચનામાં વ્યથા તો વલવલે છે – પણ શંકા તો થાય જ કે, આવી વ્યથાઓ અને જફાઓના સર્જકો આવાં માનવતાથી મહેંકતા સર્જનો વાંચે ખરા?
  ઈસુએ, રાબિયાએ … અનેક પેગંબરોએ તેમનાં જીવન આ ભાવના પ્રસાર માટે નોંછાવર કરી દીધા. પણ હમ્મેશ – યુગે યુગે સંભવામિ – કેમ થવું પડે?
  જ્યાં સુધી માનવ મનની ઉત્ક્રાન્તિ નહીં થાય – ચેતનાના વધારે ઊંચા શિખર એ સર નહીં કરે ત્યાં સુધી…
  આવી વ્યથાઓનો કોઈ ઊકેલ છે ખરો?

  કદાચ….
  આપણે જાતે ઊંઘમાંથી જાગીએ , તો પણ ગનીમત છે.

  Like

 2. કવયિત્રીનું આળું પાણી-પોચું સંવેદનશીલ હૃદય ” આહ ” ભરે છે .એક વ્યક્તિગત વેદનાની અભિવ્યક્તિ છે .
  “…મચાવી રહ્યા શાંતિ કાજે શોર હવે એના જ મુરીદો ! //થયાં શાને ભાઈ-ભાઈનાં મન ખાટાં ? //મિત્રોની આંખોમાં કાંટા;…..” આ કળીયુગની બલિહારી !

  ખમતીધર માહિતી-અને ‘જ્ઞાન’ -સમૃદ્ધ સમર્થ શ્ખ્સીયતોએ કહ્યું એ સહી જ !

  “આપણે એને બહુ જ સારી રીતે જાણીએ છીએ. તમે, હું, તેઓ – આખી દુનિયાનું દરેક જણ તેને બહુ જ સારી રીતે જાણે છે! આપણા દરેકનો એ પ્રદેશ પોતીકો છે. બહુ જ વહાલો છે. આપણી બહુ નજીક છે. સહેજ પણ દૂર નથી. એના માટે જ આપણે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને છતાં એની અંદર સહેજ ડોકીયું પણ કરી શકતા નથી.”
  ” બની અજાદ”માં લગભગ આપના જેવા સામાન્ય માનવીઓની અનેક સમસ્યાઓ -ના સમાધાન,પ્રશ્નોના જવાબો [પૂર્વ-વિચાર] સુ.જા.. એ શોધ્યો-કર્યો જ હોય … કોટી-કોટી સલામને પાત્ર વિદ્વત જાણ …. ગર્વ અને ગૌરવ બંને .જાગી ગયેલા અને થોડાંક ડગલાં ચાલેલા એ “જણે” ઇન્ટરનેટ માધ્યમથી સુચારૂ કાર્ય કર્યું જ છે .

  વા’લીડા વલીભાઈએ ‘લીંક’ આપી એક સુભગ કામ કર્યું .

  અને બધું પૂર્વ-નિશ્ચિત કુદરતના કારોબાર-કાર્યક્રમ પ્રમાણે વ્યવસ્થિત જ હોય એમ અમુક શાસ્ત્રો કહે છે, એ મુજબ ” એ” ની રજામંદી-સંમતિથી થઇ રહ્યું છે, એક ‘સ્વયં સંચાલિત ‘કર્મ-યંત્રણા’ગત યા આધીન થતું હોય છે !
  સમસ્યા છે તો ઉકેલ પણ છે જ .આપણે આપણી માર્યાદિત દાયરાની પાર જઈ આગળ-પાછળનું અજ્ઞાત હોઈ સમગ્રતાપૂર્વક,પૂર્ણ રીતે વિચારી-જોઈ-સમજી શકવાને સમર્થ નથી . જો ઈશ્વર-સર્જક હોય તો એને આપણા કરતાં વધુ ચિંતા-ફિકર હોય ને ?પોતાનું સર્જન સાચવવામાં એ ભૂલ-ચૂક કરે ખરો? એ પ્રશ્ન પણ ઊભો જ છે ને ?

  …”સંભવામિ યુગે યુગે !!!..” માટે સમ્ભવ-ક્ષણ .. જૈન શાસ્ત્રોક્ત ‘કાલ-લબ્ધિ’ની ક્ષણ હજી પાકી નથી ,અન્ય સંબધિત સમવાયો કારગત નીવડે એવા સહભાગી ‘ફેકટર્સ’ ભેગા થતાંજ ,ઈપ્સિત એ પારિણામિક ઘટના એ શક્ય બનશે !
  -લા ‘ કાન્ત ઠક્કર ,’કંઈક’ / ૧૧-૯-૧૫

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s