મહિનો: સપ્ટેમ્બર 2015

સબ હૈં ઈસ ધરતી કે ઉજાલે… –મુસાફિર પાલનપુરી

તુઝ કો તેરા રામ સંભાલે; બાત ખતમ !
ઔર મુઝે રબ મેરા પાલે; બાત ખતમ !

એક હૈં સારે ગોરે કાલે; બાત ખતમ !
સબ હૈં ઈસ ધરતી કે ઉજાલે; બાત ખતમ !

ઈસસે બઢકર ઔર ઇબાદત ક્યા હોગી ?
નફરતકી દિવારકો ઢાલે; બાત ખતમ !

આ બતલાઉં રાઝ તુઝે ખૂશહાલી કા
‘દિલવાલોંસે રબ્ત બઢા લે; બાત ખતમ’ !

બેખૌફી હી બુગ્ઝો બગાવત કા હલ હૈ–
હર ઝાલીમ સે આંખ મિલા લે; બાત ખતમ !

જો ભી તેરા ચૈન ઉડાએ; દિલ તોડે
છોડ દે ઉસકો રબ કે હવાલે; બાત ખતમ !

પ્યાર, વફા સે બઢકર કોઈ બાત નહીં
દિલ મેં બસ ! યે બાત બીઠા લે; બાત ખતમ !

ઈન્સાં કી દરઅસ્લ ‘મુસાફિર’ ગંગા હૈ–
ઇસ પાની મેં ખૂબ નહા લે; બાત ખતમ !

– ‘મુસાફિર’ પાલનપુરી

(રબ્ત=સંબંધ, બેખૌફી=નિર્ભયતા, બુગ્ઝોશ=બગાવત કે વેરભાવના, દરઅસ્લ=હકીકતમાં.‘બાત ખતમ’ ઉસ્તાદ બિસ્મિલ્લાહખાં સાહેબનો તકિયા કલામ હતો, જે આ રચનાનું મૂળ શિર્ષક છે. આ રચના તા. ૧૭ જુલાઈ ૨૦૦૭ની સાંજે ઇંદુચાચાની પુણ્યતિથિએ યોજાયેલા કાર્યક્રમમાં શાયરે રજુ કરી હતી.)

(‘મુસાફિર’ પાલનપુરીની સહમતીની અપેક્ષાસહ તથા ‘બઝમે વફા’ના સૌજન્યથી પ્રકાશિત)

ઉસ્માન ભગત રામાયણી – નાનાભાઈ જેબલિયા

હિન્દુઓએ કહ્યું ‘કથા મંડપને થાંભલે થાંભલે લીલી ધજાઓ ફરકાવીએ…’ મુસ્લિમ બિરાદરો પાછળ રહેવા નહોતા માગતા એમણે કહ્યું: ‘એ લીલી ધજાઓની સાથે ભગવી ધજાઓ હોવી જોઇએ…’

તમે સાવ નિરાંતવા થઇને ગામના બજારના ઓટલે બેઠા હશો ત્યારે કોઇ સમજણો છોકરો તમારાં ઘણાં બધાં વર્ષોને ઓળંગી જઇને તમે સાવ નવરા છો અને નાનપણમાં છો એવી ગણતરી સાથે તમારા હાથમાં એકાદ છાપેલો કાગળિયો બાળસહજ ભાવે તમારા હાથમાં મૂકશે. ‘આ સમાચાર વાંચજો દાદા! એમાં આપણા ઉસ્માન ભગત રામાયણીના સમાચાર છે.’ અને પછી એની ભાવોર્મિઓને છૂટા મને વહેતી મૂકશે.

‘આમાં આપણા ઉસ્માન ભગત રામાયણીના સમાચાર છે. એની વાતો વાંચતાં ન ધરાઇએ એવી છે. જોજયો, ક્યાંક આ કાગળને વાળીને ડૂચો ન કરશો. છાપેલો છે માટે બેસવા માટેનું આસન ન બનાવશો. આ કાગળમાં તો આપણા ઉસ્માન ભગત રામાયણીનો પરિચય છે. નામ ઉસ્માન પણ ભગત અને રામાયણીનાં રળિયામણાં બબ્બે છોગાં છે. વાંચજો તો ખરા?’

બાળકની વાત સાંભળનાર ગમે તે કોમનો માણસ હોય પણ એને હોઠે રમૂજ આવી જવાની. ‘એલા નામ ઉસ્માન અને પીછું ભગતનું? આ પીંછાની પાછળ લટકણિયું વળી રામાયણીનું? એનોય વાંધો નથી પણ ઉસ્માન ભગતની પાછળ ‘રઘુનાથ ગાથા’નું અસલ હિન્દુ છાપનું તર્પણ…?’ વાત અજબ કરતાં ગજબની વધારે છે. લ્યા! કાંઇ સમજાતું નથી…’

‘અમારા વઢવાણ ગામના નાના છોકરાને પણ પૂછી જોજયો અમારા ઉસ્માન ભગત શું હતા, એ તમને સમજાવશે, સાહેબ!’અને અજબ ગણાય એવી વાતના સાક્ષીઓ એકાદ બે નથી પણ વઢવાણની ચોખૂંટ ધરતી અને સરિયામ પ્રજા એના સાક્ષી છે પછી એને અજબ ગણવી હોય તો કોણ રોકશે? ઉસ્માન ભગતની વાત તો ‘માણસ વચ્ચેના માણસ’ની સાવ સાચૂકલી વાત છે. વઢવાણવાસીઓ ઉમળકાથી તમને વિગત આપશે કે ભાઇ! ઉસ્માન નાજાભાઇ બારૈયા જન્મે અને કુળે મુસલમાન. ધર્મે મસ્જિદ અને દરગાહ વચ્ચેનો મુસાફર… પણ અમારા આ આદમીના દિમાગમાં મજહબને પામવા, ખોજવા, કોણ જાણે કેટલાક વરસ રઘવાયો ફર્યો હશે…

મથીને મજહબનો મતલબ એણે ‘પ્રેમ’ એવો તારવ્યો અને પછી પ્રેમ નામના આ સોળવલા સોના જેવા શબ્દને ઉસ્માનભાઇએ ટીપી ટીપીને એટલો લાંબો ચોડો કરી વાળ્યો કે પનાદાર, લાંબી ચોડી માનવતા આવીને એ શબ્દમાં બેસી ગઇ. બસ ધર્મ, પ્રેમ, મજહબ એટલે માનવતા… માનવતા શાંતિ આપે, અભય આપે, ઉદારતા આપે…જેમાં રામ-રહીમનો એક સાથે વસવાટ હોય…!

ઉસ્માન ભગતે બસ, એને લાધેલો ટોકરબંધ આ માર્ગ અપનાવી લીધો. જેટલો આદર કુરાન માટે એટલો જ આદર માનવતાની, નીતિની, પ્રેમની, વાતો કરતી રામાયણ માટે. પીરની દરગાહમાં બેસીને ઉસ્માન ભગત રામાયણની ચોપાઇઓ લલકારે… કુરાનનાં છુપાં રહસ્યો પ્રગટ કરે.

સૂફીવાદના મર્મને સમજાવે… પીરની દરગાહમાં ઉસ્માન ભગતની રામાયણ ચોપાઇઓ ગવાતી હોય અને હિન્દુ-મુસ્લિમ શ્રોતાઓ ડોલતા હોય…! કોઇએ લાદેલા, ચડાવેલા, ગેરસમજનાં ફોતરાં ઊડતાં હોય. કુરાન અને પુરાણ વચ્ચેનું સામ્ય સમજાતું હોય… મનની સંકીર્ણતા દૂર થતી હોય.. ક્યારેક ક્યારેક આંખો પણ ભીની થતી હોય કે ઉસ્માન ભગતની આ વાતો, જ્યાં રમખાણો થાય છે ત્યાં સુધી પહોંચે તો સમાજ કેટલો સુખી થાય?

ઉસ્માન ભગતે પોતાની આસપાસમાં એવો તો એક માહોલ રચી દીધો કે કોમી ઉશ્કેરાટ વઢવાણના પાદરમાં પગ ન મૂકી શકે…!રામ અને રહીમનો આ બંદો, ફક્ત અડતાલીસ વરસની અવસ્થાએ જ્યારે આ દુનિયા છોડી ગયો. તે દિવસે વઢવાણના સમગ્ર સમાજે એક આપ્તજન ગુમાવ્યાનો વલોપાત અનુભવ્યોતો. ઉસ્માન ભગતના જનાજામાં ઉમટેલો વઢવાણનો સમૂહ તે દી’ તમામ મનાઇઓને ઓળંગીને ડૂસકે ચડ્યો હતો. ઉસ્માન ભગત અલ્લા કે ઇશ્વરના દરબારમાં જતા રહ્યા પણ એણે વાવેલાં માનવતાનાં, કરુણાનાં, અનુકંપાનાં બીજ ઊગીને છોડવા થઇ ગયાં હતાં…

હિન્દુ સમાજના ચાર યુવાનો સુરેશભાઇ, પ્રતાપસંગ, રાજુભાઇ અને દેવાતભાઇ ભેગા થયા. મોટા પીરની દરગાહમાં જ બેઠક રાખી. કોરમ પૂરું હતું અને એજન્ડા એક જ હતો. મજૂરી ભલે કરવી પડે, જરૂર પડે તો ભીખ પણ માગવી પણ આપણા ઉસ્માન ભગતના જીવતરને આપણે ઊજળું કરી દેખાડવું છે… એમણે પેટની ચિંતા કર્યા વગર આપણને જીવનભર રામાયણ સંભળાવી છે તો આપણે હવે એના દિવગંત આત્માને રામાયણ સંભળાવીએ. હજારો માણસોને દસ દસ દિવસ સુધી મંડપ બાંધીને માઇક વગાડીને ‘રઘુનાથ ગાથા’ સંભળાવીએ.

‘થઇ જાય! વિશાળ મંડપ હોય, માઇક હોય, વ્યાસપીઠ હોય અને આસપાસનો હજારોનો સમૂહ હોય. ભયો ભયો થાય…’ વાતને ચારેય મિત્રોએ ઉલ્લાસભર્યા હૈયે વધાવી પણ હાથ ખિસ્સામાં જતા થડકો હૈયામાં લાગ્યો… આટલા બધા રૂપિયા?

થોડીવાર આ યુવાનો ચૂપ રહ્યાં પણ ક્યાંકથી જાણે હોંકારો મળ્યો હોય એમ વળી પાછા અંકુરાયા: ‘થઇ જાશે. ભગત એવા ભાગ્યશાળી માણસ હતા કે એની પાછળનું સત્કાર્ય કોઇ દી’ નૈ અટકે… ચાલો આપણે સૌપ્રથમ ‘રઘુનાથ ગાથા’ કરી આપે એવા કથાકારને ગોતીએ.’

વિચારતાં વિચારતાં વલ્લભદાસ દૂધરેજિયાનું નામ હોઠે આવ્યું. હૈયે ઠર્યું અને ચડતા વિશ્વાસે યુવાનો વલ્લભદાસભાઇ પાસે ગયા. આખી વાત કરી અને પછી ચારેય જણનાં માથાં ધર્મની ધજા થઇને, જો કથાકાર હા પાડે તો લહેરાવા માટે ટાંપી રહ્યાં. ‘મુંઝાશો મા…!’ દૂધરેજિયા બોલ્યા: ‘મારે એક પણ પૈસો ન ખપે. દસ દિવસ રઘુનાથ ગાથા સૌને સંભળાવીશ… મારી ફરજ સમજીને સંભળાવીશ, કેમ કે ઉસ્માન ભગત રામાયણી હતા.’

‘વાહ બાપુ વાહ!’ ચારેય યુવાનો પગમાં વીજળી આંજીને નીકળી પડ્યા. કથાકાર તો મળી ગયા સોના જેવા. પણ હવે? ઘણું બધું બાકી છે. એનું શું? અને જે જે મળ્યાં એને વાત કરતાં રહ્યા: ‘અમે આપણા ઉસ્માન ભગત પાછળ ‘રઘુનાથ ગાથા’નું આયોજન કર્યું છે. કથાકાર મળી ગયા છે પણ હજી ઘણું બાકી છે. ઉસ્માન ભગત માટે પ્રેમ અને માયા હોય, એ અમને સાથ આપે. એક જ ધરતી ઉપર વસતા આપણા હિન્દુ અને મુસલમાનોના બે કિનારાને ઉસ્માન ભગતે પુલ બનીને જોડી આપ્યા છે. આપણો ઉસ્માન ભગત એક્સાથે ફકીર હતો અને સાધુ પણ હતો. અલ્લા અને ભગવાનને એક્સાથે વંદનાર, પૂજનાર એ આદમી માટે આપણે બને તે કરી છુટવું જોઇએ.’

‘સાંભળો મિત્રો!’ મંડપ સર્વિસવાળા એક ગૃહસ્થે આ ચારેયને પાસે બોલાવ્યા: ‘તમે રઘુનાથ ગાથાનું આયોજન કરતા હો તો હું મારો વિશાળ મંડપ, કેવળ મારી રોટી માટે ફક્ત સો રૂપિયાના ભાડામાં દસ દિવસ મફત આપીશ.’ યુવાનો ઉછળ્યા અને ઘૂમવા માંડ્યા… વાત વેગ પકડતી ગઇ. કાગળવાળા ફકીર મોહંમદભાઇએ યુવાનોને ચાનક ચડાવી: ‘પત્રિકામાં જેટલા જોઇએ એટલા કાગળ હું પૂરા પાડીશ…’ અને છાપી આપવાનું કામ મારું… ‘ગૌતમભાઇએ વચન આપ્યું… કહો એટલા હજાર… પત્રિકા મફતમાં છાપીશ… ઊડીને આંખે વળગે એવા રંગમાં અને ટાઇપમાં, કરો… કંકુના…’

પત્રિકાઓ છપાણી, શેરીએ શેરીએ, જાહેર સ્થળોએ વહેંચવા છોકરાઓ સેવામાં લાગી ગયાં. જે કોઇ મળે એને ‘રઘુનાથ ગાથા’ની પત્રિકા પકડાવે અને વિનંતી કરે: ‘બીજા બે ને વંચાવજો સાહેબ! ડૂચો વાળીને ફેંકી ન દેશો આમાં તો અમારા ઉસ્માન ભગત રામાયણીનું નામ છે…’

સૌએ વાંચી, અન્યને વંચાવી… સૌએ અહોભાવ અનુભવ્યો. ‘રઘુનાથ ગાથા’નું મુહૂર્ત અપાયું… શહેરની ચારેક સંસ્થાઓએ સાથે મળીને કથા સ્થળે વિપુલ પ્રમાણમાં માઇક, લાઇટની વ્યવસ્થા કરી આપી… દિવસ નજીક આવતો ગયો… ઉત્સાહ-ઉલ્લાસની વાદળીઓ ગોરંભાઇને વરસવા માંડી… ફરીદભાઇ અને હાજીભાઇ જેવા મુસ્લિમ ભાઇઓએ ધંધા-નોકરીમાં દસ દિવસની રજા મૂકીને કથા સ્થળે ખડા પગે ઊભા રહીને શ્રોતાઓની સેવા કરવાની ભક્તિ દેખાડી… ફક્ત રિક્ષા ભાડામાંથી કુટુંબનું ગુજરાન કરનાર અરુણભાઇ ગોહિલ નામના યુવાને દસે દસ દિવસ માટે ઘરનું પેટ્રોલ પુરાવીને કથા સાંભળનાર શ્રોતાઓને વગર ભાડે કથા સ્થળે પહોંચાડવાની પ્રતિજ્ઞા કરી…

કથા આરંભ થવાના આગલા દિવસે હિન્દુ અને મુસ્લિમ મિત્રોની સંયુક્ત મિટિંગ મળી… કથાના નિયમ મુજબ કથાના મુખ્ય યજમાન જાહેર થવા જોઇએ. કોને બનાવવા કથાના મુખ્ય યજમાન? ‘આપણે કોઇ વ્યક્તિને મુખ્ય યજમાન નહીં બનાવીએ’ હિન્દુ મિત્રોએ દરખાસ્ત કરી: ‘પણ આપણા ઉસ્માન ભગતના જીવનને ઉજળું અને સાર્થક બનાવે એવા જ મુખ્ય યજમાન શોભે. માટે મોટા પીરદાદાના પ્રતીક સમો હાથનો પંજો કથાના મંચ પાસે પધરાવીએ. સાથે ચાંદ તારાનો લીલો નેજો.’

મુસ્લિમ મિત્રોએ વાતને વધાવી અને પછી પોતાની ઉદારતાનો વટક વાળ્યો : ‘વ્યાસપીઠ ઉપર, પંજા પાસે ગણપતિ અને લક્ષ્મીજીને પણ પધરાવીએ.’ હિન્દુ એક ડગલું ઔર આગળ વધ્યા: ‘કથા મંડપને થાંભલે થાંભલે લીલી ધજાઓ ફરકાવીએ…’ મુસ્લિમ બિરાદરો કોઇપણ રીતે પાછળ રહેવા નહોતા માગતા એમણે કહ્યું: ‘અને એ લીલી ધજાઓની સાથે ભગવી ધજાઓ હોવી જોઇએ…’

‘કબૂલ, પણ કથાના મુખ્ય પ્રવેશદ્વારો અમે મોટા અક્ષરે બોર્ડ મુકાવીશું: જેમાં લખાવશું ‘યા યોગ ખિદમત કમિટી, મોટા પીરદાદા વઢવાણ-આપનું સ્વાગત કરે છે…’

‘અને કથા સ્થળનું નામ? ‘મુસ્લિમ મિત્ર હસ્યા: અમે કથા સ્થળનું નામ ‘અંજનીધામ’ રાખશું અને એનું મોટું બેનર લટકાવીશું.’ સર્વ સંમતિ સધાઇ ગઇ. એક બીજાને પીઠ ઠપકારીને શાબાશી અપાઇ. આખી બેઠકમાં આનંદ, ઉલ્લાસ,સમર્પણ, ઉદારતાની વાદળીઓ ઝરમરતી હતી. અહીં કોઇ નેતા નહોતા. કોમી એકતાના વાંઝિયા નારા નહોતા. ભાષણો નહોતાં… માઇક નહોતાં… અહીં તો માણસાઇ હતી. સ્વાર્થ વગરની. કલ્યાણમયી, સહચારની સુવાસમય માણસાઇ! રામ-રહીમે બક્ષેલી જિંદગીને રૂડી રીતે જીવી જવાની… માણસ તરીકે જન્મ્યા છીએ. માણસ તરીકે જીવી જવાની ભલમાનસાઇ ભરી માણસાઇ…!

કથાકાર વલ્લભદાસ દૂધરેજિયાએ હૃદયમાં ઝબોળેલા કંઠેથી એક મુસ્લિમ બેટાની ધર્મ સભાનતાને એના ધરતી સાથેના સાચા નેહને, એના પ્યારને, માનવતાની એની પૂજા અને બંદગીને એવાં તો રજૂ કર્યા કે સાંભળનારના જાતિ પાંતિના બલોયાં ઊતરી જાય…! કથા મંડપમાં એક્સાથે લહેરાતા ભગવા અને લીલા રંગે એક એવો અલાયદો રંગ પેદા કર્યો કે કોમી એકતાના નામે અત્યાર સુધી થયેલા ફટકિયા રંગના લપેડા ધોવાઇને ઊખડી ગયા…! ઉસ્માન ભગત રામાયણી જાણે સંદેશો આપે છે કે ‘મંદિર કો તોડ, મસ્જિદ કો તોડ, તો ન કોઇ મુઝાઇ કા હૈમગર કિસકા દિલ મત તોડ બંદે! યહ ઘર પ્યારા ખુદા કા હૈ.’

-નાનાભાઈ જેબલિયા

(સૌજન્ય : Duty Until Death; Compendium;Toran, Nanabhai Jebliya Navalika; Net Surfing etc.)

ગળપણ ગાળવું છે – મુનિરા અમી

(અછાંદસ)

ગળપણ ગાળવું છે;
ઠામ દિલનું ભરાય એટલું.
જીવનમાંથી મીઠાશ તારવવી છે એટલી,
કે મનના કિનારા છલકાય.
દિલની જો સીમાઓ જરા વિસ્તરે,
તો સમાય એમાં દુનિયા આખી.
પણ, મૂંઝવણ છે;
એટલું હમણાં કેમ કરીને વેતરું?
ખબર નથી, મારી હસ્તીની ગાગરમાં
ગોળ એટલો છે ય ખરો;
કે શેકી શકું કંસાર આખા સંસાર માટે?
સૂઝે છે એવામાં કામિયાબ,
કીમિયો કરકસરનો;
કે આયખામાંથી અમી તારવું એટલું,
કે કમ સે કમ,
આત્માની કુલડી ભરાય
એટલું તો શીરીન જરૂર પાકે.
ને પછી જ્યાં કોઈ મન મોળું ભાળું,
ત્યાં ચપટીભર મીઠાશ મૂકી દઉં.
આ પુરવઠો પૂરો એમ પણ પડે,
ને સુખનો શીરો જગત આખું પણ ચાખે;
જો આ જિંદગી, દિલદુણીભર ખાંડની ખંડણી
નિયમિત ભરે;
કાં, ગળપણ ગાળવાની કળા,
જગતમાં હસ્તગત સહુ કરે.

-મુનિરા અમી

(કવયિત્રી મુનિરા અમીની સહમતી અને “Ink and I Poetry”નાસૌજન્યથી અત્રે પ્રસ્તુત)

કાબા ને ક્હાનમાં ! – મુસાફિર પાલનપુરી

ગ઼ઝલ

ઘોળ્યું જો પ્રેમ તત્વ અમે દરમિયાનમાં
ના આરતીમાં ભેદ રહ્યો  ના અજાનમાં.

વાસો છે એક માત્ર પરમ તત્વનો બધે
સૂફીની બારગાહ કે સંતોના ધ્યાનમાં.

એકત્વ કેરી ભાવના વિકસાવી જયારથી
વેદોમાં જે વરસ્યું, એ જોયું  કુરાનમાં.

માને જે   ભિન્ન ૐને  અલ્લાહનું   સ્વરૂપ,
ખામી છે એની દ્રષ્ટિમાં  નિતિમાં જ્ઞાનમાં.

આરંભ સૌનો ધૂળ છે ને ધૂળ અંત પણ
મૂરખ છે એ ગણે છે નિજને  મહાનમાં.

ઝાંખી છે એની સામે કુબેરોની સાહ્યબી,
આપ્યું છે પ્રેમ તત્વ જે દાતાએ દાનમાં.

સબંધ બેઉ વચ્ચે મુસાફિર છે કંઈ જરૂર,
જોયો છે એક રંગ મેં કાબા ને ક્હાનમાં

-મુસાફિર પાલનપુરી

કાબામાં સ્વર્ગથી ઉતરેલ પત્થરનો રંગ પણ શ્યામ છે,અને ક્હાનનો રંગ પણ શ્યામ.

(મુસાફિર પાલનપુરી અને ‘બઝમે વફા’ ના સૌજન્યથી)

आदमी व्‍यंग्‍य – शशिकांत सिंह ‘शशि’

जंगल की एक निंबध प्रतियोगिता में गाय ने आदमी पर निबंध लिखा जो इस प्रकार है। आदमी एक दोपाया जानवर होता है । उसको दो कान , दो आंखें और दो हाथ होते हैं। वह सबकुछ खाता है । उसका पेट बहुत बड़ा तो नहीं होता लेकिन कभी भरता नहीं है । यही कारण है कि आदमी जुगाली नहीं करता । उसके सींग नहीं होती लेकिन वह सबको मारता है । उसके दुम नहीं होती लेकिन वह दुम हिला सकता है । वह एक अदभुत किस्‍म का प्राणी होता है । उसके बच्‍चे भी बड़े होकर आदमी ही बनते हैं। आदमी हर जगह पाया जाता है । गांवों में , शहरों में , पहाड़ों और मैदानों में । रेगिस्‍तान से लेकर अंटार्कटिका जैसे ठंडे स्‍थानों पर भी पाया जाता है । वह कहीं भी रह सकता है लेकिन जहां रहता है उस जगह को जहरीला कर देता है। उससे दुनिया के सारे जानवर डरते हैं । वह जानवरों का दुश्‍मन तो है ही पेड़-पौधों का शत्रु भी है ।

आदमियों के अनेक प्रकार होते है। गोरा आदमी , काला आदमी , हिन्‍दू आदमी , मुसलमान आदमी , ऊँची जाति का ,नीची जाति का , पर सबसे अधिक संख्‍या में पाये जाते हैं – धनी आदमी गरीब आदमी । आदमी हमेशा लड़ने वाला जीव होता है । वह नाम, मान, जान, पहचान, आन और खानदान के लिए लड़ता ही रहता है । सबसे अधिक , अपनी पहचान के लिए लड़ता है । जानवरों में यह हँसी की बात मानी जाती है कि पहचान के लिए कोई लड़े । किसी के सींग छोटे हैं तो किसी के बड़े । किसी की दुम छोटी है तो किसी की बड़ी । हाथी के कान विशाल होते हैं तो ऊँट के एकदम छोटे लेकिन दोनों लड़ते नहीं हैं। कौआ काला होता है । तोता हरा लेकिन दोनों एक ही डाल पर प्रेम से रह सकते हैं। आदमियों में सबसे ज्‍यादा लड़ाई पहचान के लिए होती है। कहते हैं कि आदमी एक सामाजिक प्राणी है जबकि समाज में रहना उसे आता ही नहीं । वह सबसे ज्‍यादा अपने पड़ोसी से लड़ता है। वह दो ईंच जमीन के लिए भी लड़ सकता है और एक गज कपड़े के लिए भी । और तो और वह एक पके पपीते के लिए चौबीस घंटे अनवरत लड़े तो जानवरों को आश्‍चर्य नहीं होगा । पड़ोसी से लड़ने के लिए धर्म और जाति बनाई गई हैं ंजानवरों में जाति और धर्म नहीं हैं तो वह कितने सुख से रहता है। ऐसा नहीं कि शेर के शक्‍तिशाली भगवान हैं और उन्‍हें मांसाहार पसंद है । तो , खरगोश के भगवान शाकाहारी हैं। उनका अवतार जंगल को शेरों से मुक्‍त कराने के लिए हुआ था। मछलियों के भगवान पानी में रहते तो बंदरों के पेड़ पर । यदि ऐसा होता तो जंगल में जानवर लड़ते -लड़ते मर जाते । शुक्र है जानवरों के पूर्वजों के दिमाग में ऐसी बातें नहीं आई । नहीं तो जंगल भी नगर बन जाते । हँसी तो तब आती है जब इतनी लड़ाइयों के बावजूद आदमी अपने को सामाजिक प्राणी मानता है ं। धन्‍य है आदमी ।

आदमी में अनेक गुण होते है । वह धन जमा करता है । उसे लगता है कि दुनिया में धन ही किसी को भी सुरक्षित रख सकता है । धन जमा करने की भी कोई हद नहीं है । अपने देश में तो जमा करता ही है । दूसरे देशों में जाकर भी जमा करके आता है । धन दो प्रकार का होता हैं -काला और सफेद । वह दोनों प्रकार के धन का संग्रह करता है। सारी कतर-ब्‍योंत जीवन भर करता है धन के लिए । जंगल में यह बीमारी नहीं आई तो जानवर कितने सुखी हैं । नहीं तो शेर के बच्‍चे जंगल को अपनी जागीर मानने लगते । मानते तो अब भी हैं लेकिन उसके लिए उनकी आपस में जंग होती है । सेना के साथ नहीं, व्‍यक्‍तिगत रूप से। सत्‍ता मिलने के बाद यदि उनके अंदर धन की लालसा होती तो क्‍या पता अपने ही जंगल के पेड़ों को दलालों के हाथों बेच देते । नदियों को उद्योगपतियों के यहां गिरवी रख देते । हवा को भाड़े पर लगा देते। पत्‍तों के लिए आपस में लड़ते और सारे के सारे मारे जाते । शेर को धोखे से मारा जाता । हिरण लोमड़ी के साथ मिलकर सत्‍ता के लिए षडयंत्र करती । हमारे पूर्वज कितने विवेकशील थे कि उन्‍होंने धन नाम की आदत लगने ही नहीं दी । खाओ-पीओ, सुखी रहो के सिद्धांत पर जानवर जीते हैं । न वर्त्‍तमान की चख-चख न भविष्‍य की चिंता । न बैंक है न पुलिस । हां, पुलिस ही नहीं आदमी को सेना की जरूरत भी पड़ती है । कहने के लिए तो वह अपने को सभ्‍य और सुसंस्‍कृत मानता है लेकिन उसे सभ्‍य तरीके से रहना ही नहीं आता । उनको शांति स्‍थापना के लिए पुलिस रखनी पड़ती है । जितना बड़ा आदमी ,उतनी ज्‍यादा सुरक्षा । एक देश का आदमी दूसरे देश के आदमी पर हमले करता है। उसकी जमीन पर कब्‍जा करना चाहता है । वह अपनी सेना से हमला करता है । दोनों सेनाओं में लड़ने वाले लोग लड़ते और मारे जाते हैं जबकि युद्ध के बाद मौज करने वाले सीमा पर कभी जाते भी नहीं। सैनिक नामक आदमी शहीद हो जाता है । नेता नामक आदमी राज करता है । जंगल में ऐसी कोई संभावना नहीं है। एक जंगल का शेर यदि दूसरे जंगल के शेर से लड़ता भी है तो बिना सेना और हथियार के । अपने स्‍वार्थ के लिए वे दूसरे जानवर की बलि नहीं देते । यही कारण है कि उन्‍हें सदियों से राजा माना जाता रहा है ।

राजा आदमियों में पहले होते थे अब नहीं होते । पहले भी जब राजा हुआ करते थे तो राजा के लिए आदमी आपस में लड़ते थे । अब उनके समाज में एक लोकतंत्र नाम की व्‍यवस्‍था है जिसकी कमजोरियों का लाभ उठाकर एक आदमी लाखों आदमियों को बेवकूफ बनाता है । अपनी कलाकारी में यदि वह सफल हो गया तो राज करने का अधिकार उसे मिल जाता है । लोकतंत्र में अक्‍सर यही होता है कि नेता आदमी नारे गढ़ता है । सपने बुनता है । बुने हुये सपनों को चमकाता है। उसे आम आदमी को दिखाता है। उसके हाथों उन सपनों को बेच देता है। आम आदमी उसे अपना सपना समझकर खरीद लेता है लेकिन वह होता है नेता आदमी का सपना। वह अपने अभिनय , कला-कौशल और संसाधनो से एक पूरे समाज को अपने पक्ष में मोड़ लेता है। आम आदमी यह जानते हुये भी कि नेता आदमी ने आजतक जो भी कहा गलत कहा गलता कि सिवा कुछ नहीं कहा, उसके बहकावे में आ जाता है । लोग उसके बुने हुये सपनों को अपने मन में पांच साल तक पालते हैं और अंत में उसको अनाप-सनाप कहता शुरू कर देते हैं । उसके बाद दूसरे नेता को वोट देते हैं। उन्‍हीं सपनों को एक बार फिर पालते हैं । बेशक रंग अलग हो । जंगल में लोकतंत्र नहीं है। जंगल के जानवर सुखी हैं। उन्‍हें पता है कि शेर ही राजा है। वह भी जानता हैं कि वही राजा हैं। झूठ और फरेब की गुंजाइश ही नहीं है । आदमियों के लोकतंत्र में कहा तो यह जाता है कि इसमें कमजोर को भी न्‍याय मिलता है लेकिन यह शक्‍ति के सिद्धांत पर ही आधारित हैं। शरीर की नहीं धन की शक्‍ति।

जंगल में मांसाहारी जीव मांस खाते हैं । शाकाहारी हरी घास । आदमियों में यह एक विचित्र बात है कि कोई एक समय का भोजन नहीं जुटा पाता तो कोई एक समय में हजारों रुपये का खाना खा जाता है । कोई यह सोच कर पेरशान है कि क्‍या खायें ? कोई यह सोचकर टेंशन में है कि क्‍या-क्‍या खायें ? कोई खाने के लिए मंदिर की सीढि़यों पर भीख मांगता है तो कोई उसी मंदिर में भागवान को छप्‍पन भोग खिलाता है ताकि उसका खाया हुआ आसानी से पच जायें । एक आदमी रात में खुले आसमान के नीचे सोता है । ठंड में ठिठुरता रहता है । दूसरा , अपने राजसी बिस्‍तर पर गर्म रजाई में दुबक कर रंगीन सपने देखता है । जंगल में ऐसी समस्‍यायें नहीं आतीं । मजबूत जानवर कमजोर जानवर को खाता जरूर है लेकिन केवल भूख लगने पर । वह मार-मार कर जमा नहीं करता । कल की चिंता जंगल में किसी को नहीं है। सभी अपनी मांद में एक तरह से रहते हैं चाहे वह सियार हो या शेर । पंछी अपने घोंसलों में रहते हैं । मछली पानी में । किसी को भोजन , वस्‍त्र और आवास की चिंता नहीं है ।

अंत में एक बात और , आदमियेां की बोली अलग-अलग होती है। वह केवल बोलता ही नहीं लिखता और पढ़ता भी है। एक बंगाली में बोलेगा तो दूसरा मराठी में । किसी की बोली गुजराती है तो किसी की पंजाबी । भारत को आदमी हिन्‍दी बोलेगा तो इंगलैंड का अंग्रेजी। खैर, अलग-अलग बोली है तो बोले । पर वह तो बोलियों के लिए लड़ता है। सबको यही लगता है कि उसकी भाषा अच्‍छी है और बकियों को बेकार । वह खून खराबे तक करता है यही सोच-सोचकर। जानवरों में यह समस्‍या नहीं है । पूरें संसार भर के कुत्‍ते भौंकते है। सृष्‍टि भर की गांये एक ही तरह रंभाती है । ऐसा नहीं कि चम्‍पकपुर जंगल के कुत्‍ते भौंके और नंदनवन के रेंकें । यही कारण है कि जंगल में बोलियों की लड़ाई भी नहीं होती । संसार में जितने आदमी हैं । उन्‍हें आप आदमी नहीं कह सकते । सबके अपने अपने नाम है । कोई पीटर है तो प्रभुदयाल । कोई मिर्जा मुस्‍ताफ है तो कोई मदनचंद । जंगल में सभी शेर , शेर हैं। सभी गायें , गाय । अंत में वह नाम के लिए भी लड़ता है । हँसी तो यह सोचकर आती है कि लड़ाइयों के बावजूद आदमी अपने आपको संसार का सर्वश्रेष्‍ठ प्राणी मानता है ।

यह निबंध प्रतियोगिता में सर्वश्रेष्‍ठ मानी गई । क्‍या जंगल में भी पक्षपात होते हैं ?

शशिकांत सिंह ‘शशि’

जवाहर नवोदय विद्यालय

शंकरनगर नांदेड

431736

ઋણસ્વીકાર:

शशिकांत सिंह ‘शशि’ (મૂળ લેખક)

અને

શરદભાઈ શાહ (અમદાવાદ)ના ઈ-મેઈલ થકી પ્રાપ્ત થવા બદલ