મહિનો: એપ્રિલ 2016

ફાનસવાળાં સન્નારી

બહુમુખી સાહિત્યિક પ્રતીભા ધરાવતા શ્રીમાન હરસુખ થાનકી (‘કલકત્તા હલચલ‘ના ગુજરાત બ્યુરો ચીફ)નો આ લેખ ઉપરનો પ્રતિભાવ:-

“એક અજાણ્યા નારીરત્નનો પરિચય પામીને ખૂબ આનંદ થયો. આવાં પ્રેરક વ્યક્તિત્વોથી જ આપણું સમાજજીવન ઊજળું છે.”

William’s Tales (Bilingual Multi Topic Reads)

Click here to read in English

Lady with the lanternતબીબી વ્યવસાયના ક્ષેત્રે ફ્લોરેન્સ નાઈટીંગલનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ જન્મે ઈટાલિયન હતાં, પણ તેમનો ઉછેર અને અભ્યાસ ઈંગ્લેંડમાં થયાં. અંતરાત્માનો અવાજ સાંભળીને તેમણે બીમારોની સેવા માટે માતાપિતાની અનિચ્છાને અવગણીને પણ નર્સીંગના વ્યવસાયને અપનાવ્યો. તેઓ ઉચ્ચ વર્ગમાંથી આવતાં હતાં અને એ દિવસોમાં નર્સીંગના વ્યવસાય પ્રત્યે લોકોને ઓછું માન હતું. પરંતુ આ વ્યવસાય સાથે ફ્લોરેન્સના જોડાવાથી વિશ્વભરમાં આ વ્યવસાય પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાઈ ગયો. તેઓ પોતાની ફરજ પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાન હતાં; અને બીમારોની સેવા અર્થે રાત્રે પણ અહીં તહીં દીવો હાથમાં લઈને ફરતાં હતાં. બીમાર વ્યક્તિઓએ તેમની સેવાઓથી ઉપકૃત થઈ તેમને ‘દીવા સાથેનાં દેવી’ ના ઉપનામથી નવાજ્યાં.

મારા ઉપરોક્ત શીર્ષકમાં દીવા (Lamp)ની જગ્યાએ ફાનસ (Lantern) શબ્દ વાંચી વાચકોને થોડુંક આશ્ચર્યજનક લાગશે; પણ, હું અહીં દસકાઓ પહેલાંનાં એક બીજાં સન્નારીની વાત કરવાનો છું, જેઓ અમારા ગામનાં સ્થાનિક નાઈટીંગલ હતાં. થોડાક દિવસો પહેલાં જ્યારે હું સ્થાનિક કબ્રસ્તાનમાં મરહુમોની રૂહોની શાંતિ માટે  ધાર્મિક વિધિ બજાવવા ગયો…

View original post 983 more words

Advertisements

(208) “દાનધર્મ” માં ભાવનાનું મૂલ્ય

‘દાનધર્મ’માં નાણાના આંકડા કરતાં ભાવનાનું મૂલ્ય વધારે હોય છે, તે વાતને સમજાવતી સત્ય ઘટનાત્મક પ્રસંગકથા.

William’s Tales (Bilingual Multi Topic Reads)

Click here to read English version (Preamble)

જગતના તમામ ધર્મોમાં ‘દાનધર્મ (સખાવત)’ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ અજ્ઞાત કથન છે કે ‘પ્રત્યેક ધર્માદાકાર્ય સ્વર્ગ તરફ ગમન કરવા માટેના પથ્થરના પગથિયા સમાન છે.’ આ વિધાન કદાચ ધાર્મિક મનોવૃત્તિવાળાઓ માટે સત્ય હોઈ શકે, પણ તેવાઓનું શું કે જેઓ સ્વર્ગ કે નર્કમાં માનતા નથી અને ઈશ્વરના અસ્તિત્વને પણ સ્વીકારતા નથી! ઈશ્વરને કોઈ ફરક પડતો નથી કે તેના પેદા કરેલા કોઈ જીવો તેને માને યા ન માને! તે તો હંમેશાં તેને માનવાવાળા કે ન માનવાવાળા એવા તમામ પ્રત્યે ભલો અને દયાળુ છે. એવા નાસ્તિકો કે બુદ્ધિવાદીઓમાં ખૂબ પ્રચલિત એક સૂત્ર છે કે ‘ઈશ્વર ક્યાંય નથી (God is nowhere). પરંતુ, મારું માનવું છે કે તેમને એ લોકોને પૂછવાનું કહેવું જોઈએ કે જેઓ બિચારા કોઈ આફતનો ભોગ બન્યા હોય અને વ્યક્તિઓ કે સંસ્થાઓ દ્વારા તેમને ખરા સમયે ધર્મભાવના હેઠળ કોઈ મદદો પ્રાપ્ત થઈ હોય! એવો જે કોઈ માણસ હશે તે તો પેલા સૂત્રને…

View original post 792 more words