‘ધેટ ઈઝ નોટ ફેર…’

‘અભીવ્યક્તી’

ધેટ ઈઝ નોટ ફેર…

–દેવીકા રાહુલ ધ્રુવ

આજે અહીં હ્યુસ્ટનની સવાર કાળી ડીબાંગ હતી. ટીવી ઉપર સખત વરસાદ અને વાવાઝોડાની આગાહી હતી. જુદા જુદા વીસ્તારોમાં ‘વેધર એલર્ટ’ની વણથમ્ભી સુચનાઓ આપવામાં આવી રહી હતી. અમે પણ જરુરી વ્યવસ્થા વીચારી, તકેદારીપુર્વક સાવધાન થઈ સોફામાં ગોઠવાઈ ગયાં હતાં. ટીવી ચાલુ કર્યો. ભારતીય ચેનલ પરથી ‘આપકા આજકા ભવીષ્ય’ની રાશીવાર આગાહીઓ/ચેતવણીઓની વાગ્ધારા સાંભળવા મળી. ચેનલ બદલી તો ભુત–પ્રેત અને વહેમોની વાતો વીસ્તારથી પ્રકાશીત કરતી સામાજીક સીરીયલોનાં દૃશ્યો જોવા મળ્યાં. ‘ટીવીનો રીમોટ કન્ટ્રોલ’ તો હાથમાં હતો તેથી બન્ધ કરી શકાયો; પણ પછી તો એને સમાંતર કેટલી બધી વીચારધારાઓ પ્રગટી!

આમ જોઈએ તો ‘જન્મવું અને સહજ રીતે જીવવું’ એ સાવ સહેલું છે; પણ આ બેની વચ્ચે માણસજાત કેટકેટલાં આવરણો ઓઢી લે છે? કેટકેટલાં વહેમોનાં વસ્ત્રો વીંટાળી લે છે? આવતીકાલના સુખો માટે માણસ આજે દોરા–ધાગાના દુઃખો બાંધી લે છે! નાતજાતના, ધરમ કરમના, સ્ત્રી–પુરુષના, શુકન–અપશુકનના, ચોઘડીયાના, અન્ધશ્રદ્ધાના કંઈકેટલાયે વાડા વેઠી લે છે! અરે, એટલુંય ઓછું…

View original post 957 more words

1 thoughts on “‘ધેટ ઈઝ નોટ ફેર…’

  1. વહાલા વલીભાઈ,
    સુશ્રી. દેવીકાબહેન ધ્રુવનો લેખ ‘‘ધેટ ઈઝ નોટ ફેર…’’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા અને વાંચકમીત્રોને વાંચવાની ભલામણ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ

    Like

Leave a comment