મહિનો: ડિસેમ્બર 2017

કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન બહુ ઉંચી હોય છે!

‘અભીવ્યક્તી’

14

કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન

બહુ ઉંચી હોય છે!

–દીનેશ પાંચાલ

માણસના દેહમાં ફેફસાં, મગજ, હૃદય વગેરેનું સ્થાન જાણી શકાય છે; પરન્તુ બુદ્ધી મગજના ચોક્કસ કયા ભાગમાં આવેલી છે તે જાણી શકાતું નથી. કાળક્રમે દુન્યવી વીકાસ થતાં માણસની બુદ્ધીનું અનેક વીદ્યાઓમાં રુપાન્તર થયું. એ વીદ્યા એટલે વીજ્ઞાન! જીવવીજ્ઞાન, ખગોળવીજ્ઞાન, શરીરવીજ્ઞાન, રસાયણવીજ્ઞાન જેવાં વીવીધ નામોથી એ ઓળખાય છે. માણસ ધીમે ધીમે અનેક વીદ્યાઓમાં મહારત હાંસલ કરતો ગયો અને એ રીતે એને જીવનનું વીજ્ઞાન આવડી ગયું. માણસનું સર્વોત્ત્તમ જીવવીજ્ઞાન એટલે રૅશનાલીઝમ!

સુરતમાં વર્ષો પહેલાં શ્રી. રાવ નામના કમીશ્નર પદે સુરતને ‘સ્વચ્છનગરી’નો ઍવોર્ડ મળ્યો હતો; પરન્તુ તે એક અલગ સીદ્ધી હતી. આપણી પાર વીનાની અન્ધશ્રદ્ધાઓ, વહેમો, કુરીવાજો, વધુ પડતા કર્મકાંડો જેવી ટનબંધી વૈચારીક ગંદકીનો પ્રશ્ન હજી ઉભો છે. ઘરનાં બારીબારણા ચોખ્ખાં રહે એટલું પુરતું નથી; એ બારણે મરચું અને લીંબુ લટકાવેલું હોય ત્યાં સુધી એ સ્વચ્છતા અભીયાન અધુરું લેખાય. સંભવત: વર્ષો પુર્વે સુરતની ‘સત્યશોધક સભા’એ સુરતમાં

View original post 997 more words

Advertisements

કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે !

‘અભીવ્યક્તી’

13

કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે !

–દીનેશ પાંચાલ

અમારી મીત્રમંડળીમાં બચુભાઈ અને ભગવાનદાસકાકા વચ્ચે સાપ નોળીયા જેવા સમ્બન્ધો રહ્યા છે. એક દીવસ બેઉ બળીયા બાથે વળગ્યા. ચર્ચાનો વીષય હતો – ‘દુનીયાને કોણ વધુ ઉપયોગી – આસ્તીકો કે નાસ્તીકો? બચુભાઈએ ભગવાનદાસકાકા તરફ તીરછી નજરે જોઈ લેતાં કહ્યું : ‘ભગવાનને તેના ભક્તો, ખુંટે બાંધેલી ગાયની જેમ ભક્તીનું નીરણ પીરસ્યા કરે છે. ભગવાન છે કે નહીં, તે ક્યાં છે, કેવો છે તે વીશે તેમને કશું જ્ઞાન હોતું નથી.’

ભગવાનદાસકાકાએ હોઠ ભીંસી કહ્યું : ‘દીનેશભાઈ, આ બચીયાને પુછો કે એ શ્વાસમાં હવા લે છે એ હવા કોણે બનાવી? પાણી કોણે બનાવ્યું? આ ઘરતી, સુરજ, ચન્દ્ર, તારા, નદી, પહાડ, હવા, અગ્ની કોણે મુળશંકરે બનાવ્યાં? (મુળશંકર બચુભાઈના પીતાજીનું નામ!) વૃક્ષમાંથી પ્રાણવાયુ મળે અને તે વડે આપણે જીવીએ એ કરામત કોણે કરી? અરે! દુનીયાનો વીકાસ કરી શકાય તે માટેની બુદ્ધી એને કોણે આપી? પણ જવા દો વાત… આ લોકોની તકલીફ…

View original post 1,165 more words

શ્રદ્ધાવાદ વર્સીસ બુદ્ધીવાદ…!

‘અભીવ્યક્તી’

12

શ્રદ્ધાવાદ વર્સીસ બુદ્ધીવાદ…!

– દીનેશ પાંચાલ

એક રૅશનાલીસ્‍ટ મીત્ર દાઢી વધારી ફરતા હતા. એક બહેને તેમને કારણ પુછ્યું. પેલા મીત્રે કહ્યું– ‘મારી નાની દીકરીને મહારાજ આવ્‍યા છે!’ વાત સાંભળી પેલા બહેન ચોંકી ઉઠયા– ‘અરે…! શું વાત કરો છો…? તમે અને મહારાજ? તમે આવી અન્ધશ્રદ્ધામાં માનતા ક્‍યારથી થઈ ગયા? તમે તો પાક્કા નાસ્‍તીક છો!’ મીત્રે સ્‍પષ્ટતા કરી– ‘બહેનજી, હું અન્ધશ્રદ્ધામાં નથી માનતો પણ માની મમતામાં માનું છું. પત્‍નીની લાગણીમાં માનું છું. પીતાજીનો પ્રેમ સમજું છું. કેવળ બે દીવસ દાઢી ન કરવાથી મારા સ્‍વજનોની લાગણી સચવાતી હોય તો અન્ધશ્રદ્ધાળુમાં ખપી જવાની મારી પુરી તૈયારી છે. બાકી અમેરીકા, જાપાન કે લંડનમાં કોઈને મહારાજ નથી આવતા ને આપણે ત્‍યાં જ કેમ આવે છે? એવી દલીલો કરીને મેં દાઢી કરી હોત તો તેઓ મન દુભવીને બેસી રહ્યાં હોત; પણ કદાચ દીકરીનું મોત થાય તો તેનું સાચું કારણ ગમે તે હોય; પણ મારા શીરે જીન્દગીભરનો બટ્ટો લાગ્‍યા વીના ના રહે…!

View original post 1,047 more words