‘માનવવાદ’ : ત્રીજા વીશ્વની જરુરીયાત

‘અભીવ્યક્તી’

આપણા રાજકારણીઓ દ્વારા કોમી વેરઝેર અને નફરત ફેલાવવામાં આવે છે. આજે આપણે ગરીબી, અજ્ઞાનતા, વસ્તીવીસ્ફોટ, કટ્ટરવાદ અને નસીબવાદી વલણના વીષચક્રમાં ફસાયેલા છીએ ત્યારે ‘માનવવાદી દષ્ટીકોણ’વીષચક્રતોડવામાં આપણને મદદરુપ થશે?

‘માનવવાદ’:ત્રીજા વીશ્વની જરુરીયાત

–ડૉ. ઈન્દુમતી પરીખ

વીશ્વના અન્ય માનવવાદીઓની જેમ જ, ભારતના માનવવાદીઓ સ્વાતન્ત્ર્ય, જ્ઞાન, સત્ય અને ધર્મનીરપેક્ષતા આધારીત સહકારી વીશ્વની રચના કરવા ઈચ્છે છે. સાંખ્ય, વીશેષીકા અને લોકાયત દર્શનોમાં BC 800 વર્ષ અગાઉ કપીલ અને ચાર્વાક જેવા વીદ્વાનોએ આ પ્રકારના પોતાના વીચારો પ્રગટ કર્યા છે. BC 600 વર્ષ અગાઉ ગૌતમ બુદ્ધે જ્ઞાતીવીહીન સમાજ અને બીનસાંપ્રદાયીક ધર્મનો પ્રચલીત કરેલ ખ્યાલ ભારતની સરહદો ઓળંગી દક્ષીણ–પુર્વ એશીયાના દેશોમાં પ્રસાર પામ્યો હતો. થોડી સદીઓ બાદ બ્રાહ્મણવાદે બૌદ્ધધર્મને ભારતમાંથી હાંકી કાઢ્યો અને ધાર્મીક ક્રીયાકાંડ ચુસ્ત ધર્મ સ્થાપ્યો અને આજે પણ તેની બોલબાલા છે.

ભારતીય ઉપખંડ એવો પ્રદેશ છે કે જ્યાં અનેક દેશોની સંસ્કૃતીઓનું મીશ્રણ થયેલ હોવા છતાં, કોઈ એક સ્વતન્ત્ર સંસ્કૃતી વીકસી શકી નથી. ભારતમાં અનેક જાતીઓ, ધર્મો અને સંસ્કૃતીઓનું મીશ્રણ…

View original post 1,393 more words