‘માનવવાદ’ શું છે?

‘અભીવ્યક્તી’

‘માનવવાદ’, ‘વૈજ્ઞાનીક માનવવાદ’, ‘બીનવૈજ્ઞાનીક માનવવાદ’ અને ‘રેડીકલ હ્યુમેનીઝમ’ શું છે? તેની વ્યાખ્યા, પાયાના સીદ્ધાંતો અને ચર્ચા પ્રસ્તુત છે.

‘માનવવાદ’ શું છે?

લેખક :વી. મ. તારકુંડે

અનુવાદ :પ્રા. દીનેશ શુકલ

એક તત્ત્વજ્ઞાન અને એક મનોવલણ તરીકે ‘માનવવાદ’ની વ્યાખ્યા આપી શકાય. આ તત્ત્વજ્ઞાન અને મનોવલણ માનવ વ્યક્તીને અગ્રીમતા બક્ષે છે, અને સ્વતન્ત્રતા તથા ગૌરવ સાથે જીવવાના તેના અધીકારનો સ્વીકાર કરે છે. મનુષ્ય જ બધી વસ્તુઓનો માપદંડ છે, એ એનો પાયાનો નીયમ છે. મનુષ્ય જ સ્વયમેવ ધ્યેય છે, એ અન્ય કશા ચઢીયાતા સાધ્યનું સાધન નથી, એ માનવવાદનો પાયાનો સીદ્ધાંત છે.

જ્યારે આપણે ‘માનવવાદ’ની બૃહદ્ વ્યાખ્યા કરીએ છીએ ત્યારે તેમાં વીવીધ પ્રકારનાં દૃષ્ટીકોણો અને મનોવલણોનો સમાવેશ થઈ જાય છે. વ્યક્તી માત્રના ગૌરવનો તેમ જ સ્વતન્ત્ર રીતે રહેવાના તેના પુર્ણ અધીકારનો સ્વીકાર, એ માનવવાદ તેમ જ લોકશાહી બન્નેના પાયામાં રહેલ છે. જો આપણે લોકશાહીને એક જીવન રીતી તરીકે ગણતા હોઈએ, અને માત્ર શાસન કરવાની પદ્ધતી તરીકે માનતા ન હોઈએ તો દરેક સાચો લોકશાહી…

View original post 1,491 more words