બસ એ જ … ‘હું’

સુજ્ઞ વાચકો અને બ્લૉગર-નેટર મિત્રો,

મારા તૃતીય બ્લૉગ ‘માનવધર્મ’ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે, માત્ર વાચક તરીકે જ નહિ; સહયોગી તરીકે પણ …

બસ એ જ … ‘હું’ છું, જે નાચીજ બંદા વિષે આપ મારા નીચેના બ્લૉગ ઉપર ઓળખાણ તાજી કરી શકો છો.

“William’s Tales” ઉપર ‘About’ (English) અને ‘પરિચય’ થકી;

તથા

“વલદાનો વાર્તાવૈભવ” ઉપર ‘મારા વિષે’ થકી.

“સમાજ કે જગતને જોડવાનું અથવા તોડવાનું કામ માનવીની સમજદારી કે નાદાની ઉપર આધાર રાખે છે. માનવધર્મથી વધારે ચઢિયાતો કોઈ ધર્મ નથી. કોઈપણ ધર્મ તેના અનુયાયીઓને કોઈને ઈજા પહોંચાડવાનું કે ધિક્કારવાનું શીખવતો નથી. માનવધર્મ એ કોઈ નવીન ધર્મ નથી કે તે કોઈ ધર્મનું નવીન નામ પણ નથી. આ માનવધર્મ બધા જ ધર્મોમાં સમાવિષ્ટ છે જ. દરેક ધર્મ સ્વભાવગત જ વિવિધતાસભર હોય છે અને તેનાં કોઈ પાસાંનું અર્થઘટન મર્યાદિત કરી નાખવું તે હરગિજ ન્યાયી નથી.

ચાલો આપણે ‘જીવો અને જીવવા દો.’ના મંત્રનો શાંતિમય જગતના સર્જન માટે પ્રચાર અને પ્રસાર કરીએ.”

[મારા એક લેખ : “માનવીય દિલથી કહો – ‘જીવો અને જીવવા દો.'”માંથી સંકલિત]

આ માટે આપ સૌ આપની સ્વરચિત કે સંપાદિત (મૂળ લેખકની અનુમતિસહ) કૃતિઓને પાઠવીને માનવતાના આ ઉમદા કાર્યમાં સહભાગી બની શકો છો.

 સ્નેહાભિલાષી,
વલીભાઈ મુસા
(‘William’ અને ‘વલદા’ ઓળખનામે)

One comment

  1. કાણોદર જાતે આવેલો છું; અને તેના કલ્ચરનો ઠીક ઠીક પરિચય છે. આથી આ બહુ જ ઉમદા ઉદ્દેશ્ય છે અને તેની માવજત માટે પ્રશંસનીય પગલું છે.
    મિત્રભાવે ….
    शिवास्ते सन्तु पन्थानः ।

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s