ચિંતનલેખ

અદ્ ભુત અરીસો! –રમેશ સવાણી, I.G.P. (Reblogged with courtesy from ‘Abhivyakti- Govind Maru)

“અબ્દુલભાઈ! મારા ઘરમાં ચોરી થઈ છે. કોઈ ચોર ઘરમાંથી પચાસ હજાર લઈ ગયો છે. પોલીસમાં ફરીયાદ કરી પણ પોલીસ પણ ચોર શોધી શકી નથી. મારા પૈસા કયારે પરત મળશે?”

“સરોજબહેન! તમે ચીંતા છોડો. આ સંગીતા ચોરને શોધી કાઢશે!”

“અબ્દુલભાઈ! સંગીતા તો નાની છોકરી છે. બાળક કહેવાય! એ કઈ રીતે ચોરનું પગેરું મેળવી શકે?”

“સરોજબહેન! સંગીતાએ અગાઉ કેટલાય ચોરોની માહીતી આપી છે! થોડાં સમય પહેલાં પોલીસ કમીશનર ઓફીસમાંથી બે પોલીસ અધીકારી આવ્યા હતા. તેઓ ઘરફોડીયાને શોધતાં હતા પણ એનું પગેરું મળતું ન હતું. સંગીતાએ તરત જ ઘરફોડીયાના નામ–ઠેકાણાં કહી દીધાં!”

સરોજબહેનના ચહેરા ઉપર આશાનું કીરણ ફરી વળ્યું. અબ્દુલ કાદર શેખે (ઉમ્મર : 50) સંગીતાને કહ્યું : “બેટી સંગીતા! આ સરોજબહેનના ઘરમાંથી ચોરી કરનાર કોણ છે? હાલએ કઈ જગ્યાએ છે?”

સંગીતાએ અરીસામાં જોઈને કહ્યું : “ચોર દેખાય છે! પાંચ ફુટ ઉંચાઈ છે. શરીરનો રંગ કાળો છે!”

સરોજબહેન સંગીતાને થોડીવાર તાકી રહ્યાં, પછી પુછયું : “સંગીતા! મને તો અરીસામાં કંઈ દેખાતું નથી. તને કઈ રીતે દેખાય છે?”

“સરોજબહેન! આ અરીસો ચમત્કારીક છે. અબ્દુલચાચા છ મહીના પહેલાં અજમેરથી લાવ્યા છે. આ અરીસામાં બીજા કોઈને કંઈ દેખાતું નથી. અબ્દુલચાચાને પણ કંઈ દેખાતું નથી. માત્ર મને જ બધું દેખાય છે!”

“સંગીતા! ચોરનું નામ શું છે? હાલએ કઈ જગ્યાએ છે?”

“સરોજબહેન, ચોરનું નામ છગન છાટકો છે. એની ઉમ્મર પચ્ચીસ વર્ષની છે. હાલ તે કામરેજ ચાર રસ્તાએ ઉભો છે. તેના ખીસ્સામાં ચાલીસ હજાર છે! તેણે કાળું પેન્ટ અને કાળો શર્ટ પહેરેલો છે! સરોજબહેન તમે તાત્કાલીક કામરેજ ચાર રસ્તા પર પહોંચો! ચોર ત્યાં બે કલાક રોકાવાનો છે!”

સરોજબહેન તરત જ રીક્ષામાં બેસી કામરેજ ચોકડી તરફ રવાના થયા.

પછી મીનાબહેન, દક્ષાબહેન, સમજુબહેન, યાસ્મીનબહેન, સતારભાઈ, પરેશભાઈ, ભુપતભાઈ, શંકરભાઈ, ગુલાબભાઈ વગેરેએ સંગીતાને પ્રશ્નો પુછયા. સંગીતાએ અરીસામાં જોઈને જવાબો આપ્યા! કોઈએ એક પ્રશ્ન પુછયો, તો કોઈએ પન્દર પ્રશ્નો પુછયા. પ્રશ્નદીઠ એકતાલીસ રુપીયાઅરીસા પાસે  મુકવાની પ્રથા હતી. છેલ્લા પાંચ મહીનાથી અરીસા પાસે રુપીયાનો ઢગલો થતો હતો! સુરત શહેરમાં જ નહીં; પણ દુરદુર સુધી અદ્ ભુત અરીસાની ચર્ચાએ જોર પક્ડ્યું. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી લોકો અબ્દુલભાઈના ઘેર આવવા લાગ્યા. સુરતના રુદરપુરા વીસ્તારમાં, બોમ્બે કોલોનીમાં પોતાના પરીવાર સાથે અબ્દુલ શેખ રહેતા હતા. બાજુમાં બચુભાઈ શર્મા રહેતા હતા. સંગીતા (ઉમ્મર : 11) બચુભાઈની દીકરી. અબ્દુલભાઈનો અરીસોઅને તેમાં માત્ર સંગીતાને ખોવાયેલ વસ્તુઓ, ખોવાયેલ વ્યક્તીઓ દેખાતી હતી, એનું અચરજ સૌને થતું હતું!

તારીખ 03 ફેબ્રુઆરી, 2002ને રવીવાર. બપોરના 12:30 થયા હતા. અબ્દુલભાઈના ઘેર એક બહેન આવ્યા. અબ્દુલભાઈએ પુછયું : “બહેન, તમારું નામ?”

“મારું નામ ઝહોરાબહેન સાયકલવાળા છે!”

“શું સમસ્યા છે? આ સંગીતા અરીસામાં જોઈને સચોટ જવાબ આપશે!”

ઝહોરાબેને સંગીતા તફર જોયું. સંગીતાનો નીર્દોષ ચહેરો મરક–મરક હસતો હતો. ઝહોરાબેને પુછયું : “સંગીતા! મારી સમસ્યા જુદી છે!”

“જે હોય તે કહો. આ અરીસો અદ્ભુત છે. જે કંઈ પુછવું હોય તે પુછો તેનો ઉકેલ તે બતાવે છે!”

“સંગીતા, મારા પતીનું નામ ફીરોઝ છે. સાલો દારુડીયો છે! મને મારઝુડ કરે છે! આ મારઝુડ બન્ધ થઈ જાય એવી કોઈ તરકીબ છે?”

સંગીતા ગમ્ભીર બની અરીસાને તાકી રહી. તેના ચહેરા ઉપર હાવભાવ ફરતા રહ્યા. થોડીવારે સંગીતાએ કહ્યું : “જુઓ, ઝહોરાબહેન, ઉપાય સાવ સરળ છે. રસ્તા ઉપર હોય તેવી કોઈપણ દરગાહ ઉપર શુક્રવારે સફેદ ફુલ ચડાવશો તો મારઝુડ સાવ બન્ધ થઈ જશે!”

ઝહોરાબહેન સંગીતાને તાકી રહ્યા, પછી પુછ્યું : “સંગીતા! તારી આટલી નાની ઉમ્મરમાં તને આવું બધું કોણે શીખવ્યું છે?”

“કોઈએ મને શીખવ્યું નથી. આ તો અરીસાની કમાલ છે. મારી દૃષ્ટી અરીસા ઉપર પડે એટલે મને દેખાય છે!”

ઝહોરાબહેન વધુ પ્રશ્નો પુછવા માંગતા હતા પણ અબ્દુલભાઈએ તેમને રોક્યા અને કહ્યું : “ઝહોરાબહેન, બીજા પ્રશ્નો માટે આવતા રવીવારે આવજો. આજે ભીડ વધુ છે. બીજાનો વારો આવવા દો!”

“અબ્દુલભાઈ! હું કલાકથી બેઠો છું. હવે મારો વારો!” ગુણવંતભાઈ ચૌધરી વચ્ચે બોલી ઉઠયા.

“ગુણવંતભાઈ, બોલો તમારી સમસ્યા શું છે? “અબ્દુલભાઈએ સૌને શાંત રહેવા ઈશારો કર્યો. છ–સાત માણસો સંગીતાને તાકી રહ્યા હતા.

ગુણવંતભાઈએ સંગીતાના માથા ઉપર હાથ મુકીને પુછયું : “દીકરી સંગીતા! મારી વીસ વરસની દીકરી પાયલ છેલ્લા ચાર દીવસથી ઘેર આવી નથી. 17 ફેબ્રુઆરીના રોજ પાયલના મેરેજ છે. હું કોઈને મોઢું દેખાડી શકું તેમ નથી! પાયલ કયાં છે? કોની સાથે છે?”

સંગીતા અરીસાને તાકીને કહ્યું : “ગુણવંતકાકા! ચીંતાનો વીષય છે. પાયલ બહુ જ દુઃખી છે. રડે છે!”

“સંગીતા, મને વીશ્વાસ છે કે પાયલ કયારેય રડે નહીં! સંગીતા, તને ઝાખું તો દેખાતું નથી ને? અરીસા ઉપર કપડું ફેરવ. કદાચ સ્પષ્ટ દેખાય!”

સંગીતાએ અરીસા ઉપર કપડું ફેરવી સફાઈ કરી, પછી કહ્યું : “ગુણવંતકાકા, પાયલ બહુ જ રડે છે! એનો અવાજ મને સંભળાય છે! એની બાજુમાં પાંચ ફુટ ઉંચો યુવાન છે. યુવાન શરીરે કાળો છે. તેણે જાંબલી કલરનો શર્ટ પહેર્યો છે. સુરતના રેલવે સ્ટેશને બન્ને બેઠાં છે. મુમ્બઈ જવાની તૈયારીમાં છે! પાયલ ઘેર પરત ફરે તેવું તમે ઈચ્છતા હો તો હાલ નવસારી પહોંચો. મેઈન બજારમાં દરગાહ છે, ત્યાં કાળો દોરો ચડાવો, એક કાળો દોરો તમારા જમણા કાંડે બાંધજો, પાયલ દોડતી–દોડતી ઘરે પરત આવી જશે!’’

એ સમયે, સમસ્યા લઈને આવનારાઓમાં મધુભાઈ કાકડીયા પણ હતા, તેમણે કહ્યું : “અબ્દુલભાઈ, આ અરીસો ખરેખર ચમત્કારીક છે! મને પણ અરીસામાં ઘણું બધું દેખાય છે!”

“મધુભાઈ! તમને તમારું પ્રતીબીમ્બ દેખાતું હશે!”

“અબ્દુલભાઈ! મને તો આ અરીસામાં તમારા તરકટનું પગેરું દેખાય છે! તમે પાડોશીની દીકરીને પૈસા આપીને, એના ભોળપણનો લાભ લઈને તમે ધતીંગ શરુ કરેલા છે. શ્રદ્ધાળુ લોકોને લુંટવાનું બન્ધ કરો!”

“મધુભાઈ! વીચારીને બોલો. હું લોકોને આમન્ત્રણ આપતો નથી. સંગીતા જે કહે છે, તે સાચું છે! એને અરીસામાં જે દેખાય છે તે કહે છે!”

“અબ્દુલભાઈ, સંગીતાને અરીસામાં કંઈ જ દેખાતું નથી. તમે જે શીખવ્યું છે તે સંગીતા બોલે છે! અરીસો કે સંગીતાની દૃષ્ટી ચમત્કારીક નથી! મારા ખીસ્સામાં સો રુપીયાની નોટ છે, તેના નંબર સંગીતા અરીસામાં જોઈને કહી દે તો તમારા અને સંગીતાના પગ ધોઈને, ચરણામૃત પીશ! બોલો છે તૈયારી?”

અબ્દુલભાઈ અને સંગીતા, મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234)ને તાકી રહ્યા. પછી બન્નેને પરસેવો વળવા લાગ્યો. મધુભાઈએ કહ્યું : “અબ્દુલભાઈ, આ ઝહોરાબહેન સાયકલવાળા(સેલફોન : 98257 05365), ગુણવંતભાઈ ચૌધરી(સેલફોન : 98251 46374), એડવોકેટ જગદીશભાઈ વક્તાણા(સેલફોન : 94261 15792), એડવોકેટ/નોટરીભરતભાઈ શર્મા(સેલફોન : 98257 10011), અને મારી સાથેના કાર્યકરો ‘સત્યશોધક સભા’, સુરતના સભ્યો છે. અમારું કામ, તરકટનો પર્દાફાશ કરવાનું છે. સરોજબેને સત્યશોધક સભાસમક્ષ ફરીયાદ કરી હતી એટલે અમે સૌ અહીં આવ્યા છીએ! તમે આ કુમળી છોકરીને અવળા રવાડે શા માટે ચડાવો છો?”
––––––––––––––––––––––––––––––
(આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, મધુભાઈ કાકડીયા અને ‘સત્યશોધક સભા’,સુરતના ઉપરોક્ત સભ્યોને તેમ જ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગનાhttps://govindmaru.wordpress.com/cck/ પેજ પર ગુજરાત રાજ્યના 12 ‘ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ અને તેના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે તેઓનો સમ્પર્ક કરવા જણાવાય છે.  …ગો. મારુ)
––––––––––––––––––––––––––––––
અબ્દુલભાઈએ હાથ જોડયા. ઝહોરાબહેન સાયકલવાળાએ કહ્યું : “અબ્દુલભાઈ, મેં લગ્ન જ નથી કર્યા! મારઝુડનો પ્રશ્ન જ નથી. વળી આ ગુણવંતભાઈ ચૌધરીને પાયલ નામની કોઈ દીકરી જ નથી! અદ્ ભુત અરીસો આવો હોય? આવું તુત તમને કઈ રીતે સુઝયું?”

“ઝહોરાબહેન! મને માફ કરો. આ તુત આજથી બન્ધ કરું છું. લેખીત ખાતરી આપું! પૈસાની લાલચમાં આવીને મેં સંગીતાને કેવા પ્રશ્નોમાં શું બોલવું તે શીખવ્યું હતું! પ્રશ્નદીઠ 41/- રુપીયા હું લેતો હતો અને તેમાંથી પ્રશ્નદીઠ દસ રુપીયા સંગીતાને આપતો હતો!”

–રમેશ સવાણી, I.G.P.

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’(01, માર્ચ,2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.
10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com+

સૌજન્ય : અભીવ્યક્તિ (ગોવીંદભાઈ મારૂ)


 

Advertisements

પાકિસ્તાન, સિરિયા, જોર્ડન,લેબેનન

સૂરસાધના

કેમ? આતંકવાદના કોઈ નવા ભડાકાના સમાચારની અપેક્ષા મનમાં જન્મી ને?

આ વાંચો…

          It is so heartening to see people from Pakistan here, and our neighbors from Nepal and Bhutan. Here today, we also have a chief guest from Syria, Grand Mufti of Syria is here. When he met with me yesterday he said, “Gurudev, India has the oldest philosophy of the planet and I very much would love to see this, and be a part of this beautiful festival that you are having. We need this peace in Syria today”
       I said, “Of course yes, we are with you”.
      We have people from Iraq here, we have people from Lebanon and Jordan. We all need to wake up to the Human Values that all religions have been talking about all through the ages. Since time immemorial through the…

View original post 242 more words

‘મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેકબુદ્ધી’ –યાસીન દલાલ

આપણે સતત, રાત–દીવસ, ઉઠતાં બેસતાં, સંસ્કૃતીનાં ગુણગાન ગાતાં રહીએ છીએ, આપણી કહેવાતી સીદ્ધીઓ વીશે વારંવાર આપણે આપણી પીઠ થાબડીએ છીએ અને આપણી જાતને પ્રમાણપત્ર આપતા રહીએ છીએ. પશ્ચીમી સંસ્કૃતી પતીત છે ત્યાં નૈતીક મુલ્યો નથી, આધ્યાત્મીક સુખ નથી, મનની શાન્તી નથી અને આપણે ત્યાં ધર્મ છે, આધ્યાત્મીકતા છે, મનની શાંતી છે, એવી ‘થીયરી‘નો પ્રચાર આપણે ઢોલ વગાડીને વર્ષોથી કરતા આવ્યા છીએ. આપણા ગામો અને શહેરોમાં સતત નવાં નવાં મન્દીરો, દેરાસરો ઉભાં થતાં રહે છે, એના ઉદ્ધાટન સમારંભો યોજાય છે એના ઉપર વીમાનોમાંથી પુષ્પવૃષ્ટી કરવામાં આવે છે. ધાર્મીક શોભાયાત્રાઓ અને શતાબ્દીઓ અને દ્વીશતાબ્દીઓ પાછળ પણ અઢળક ધન ખર્ચાય છે અને હવે તો સરકાર પણ એમાં જાહેર તન્ત્ર અને સગવડો આપે છે.

આવી ધાર્મીકતાના જાહેર પ્રદર્શનના પડદા પાછળ આપણે ત્યાં કેવો અધર્મ સતત, બીનરોકટોક, બેશરમ રીતે ચાલે છે ? કુરીવાજો ક્રુરતા, બર્બરતાને ધર્મના નામે આપણે રક્ષણ આપીએ છીએ. દરેક પ્રકારની કુરુઢીને પરમ્પરા અને ધર્મના આદેશનું કવચ ઓઢાડી દઈએ છીએ. કોઈ સ્ત્રીના પતીના મૃત્યુ સાથે ધાર્મીક આસ્થાને જોડી દેવાય એટલે પત્યું ! કોઈ સ્ત્રીને એનો પતી ત્યજી દે છતાં એને ભરણપોષણ મળતું હોય તે અમાનવીય રીતે બંધ કરી દેવામાં આવે અને એથી પાછળ ધર્મના આદેશનું બહાનું ધરવામાં આવે. ધર્મને નામે જાહેર જમીન મીલકતો ઉપર પેશકદમી કરવાની છુટ. ધર્મના નામે રસ્તાની વચ્ચે બધાને નડે એ રીતે કોઈ ધર્મસ્થાન ઉભું કરી શકાય. ધાર્મીક પર્વોની ઉજવણીના નામે ઘોંઘાટ અને કોલાહલ સર્જી શકાય. ઉત્સવોને નીમીત્ત બનાવીને અમુલ્ય લાકડું અને બળતણનો વ્યય કરી શકાય. આખા રસ્તાઓ બંધ કરી શકાય. એક ધર્મસ્થાનમાં એક મોટા વાસણમાં પકવેલું ભોજન ખાવા લોકો એ વાસણમાં આખા અન્દર ઉતરી જાય છે !

આપણે માણસ સીવાય દરેક પ્રાણીને પુજીએ છીએ. પથ્થરને પણ પુજીએ છીએ. એક પશુની હત્યા થાય એટલે ગામ આખામાં તંગદીલી ફેલાય એને પગલે જે તોફાનો ફાટી નીકળે એમાં થોડા માણસો મરે ત્યારે એ તંગદીલી હળવી થાય ! ધર્મ પ્રગટ્યો ત્યારે એક વીધાયક ઘટના તરીકે પ્રગટ્યો હતો. આજના વીશ્વમાં ધર્મ જેવી નકારાત્મક ઘટના કોઈ નથી. ધર્મે માણસમાં રહેલા એના પોતીકા વ્યક્તીત્વને મારી નાખ્યો. એના સ્વત્વને હણી લીધું. એની ખુદ્દારી અને ખુમારીને ખતમ કરી નાખી. કદાચ એટલે જ ગાલીબે કહ્યું હતું, ‘બંદગી મેં મેરા ભલા ન હુઆ.‘

આપણે આપણા પડોશીના ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં એનો ધર્મ, જ્ઞાતી, પ્રદેશ, બધું બરાબર જાણી લઈએ છીએ. એના ઘરનું પાણી પીવાય એમ છે કે નહીં, એને ધર્મની સરાણ ઉપર ચડાવીને નક્કી કરી લઈએ છીએ. આવા પરીચય, આવા મીલનમાં માત્ર ઔપચારીકતા અને દમ્ભ સીવાય કશું હોતું નથી. ધર્મ માણસને જોડે કે જુદા પાડે ? ધર્મ માણસને એના પછાતપણા અને પ્રાકૃતપણાની કેદમાંથી બહાર આવવા દેતો નથી.

જે દેશમાં દરરોજ ક્યાંક ને ક્યાંક ધર્મને નામે બે પાંચ માણસોને મારી નાખવામાં આવે, એ દેશને ધાર્મીક કહેવડાવાનો અધીકાર ખરો ? જે દેશમાં દરરોજ કોઈને કોઈ ખુણે પોલીસ ગોળીબારમાં બે–પાંચ માણસો મરી જતા હોય એ પ્રજાને પોતાને શાન્તીપ્રીય તરીકે ઓળખાવવાનો અધીકાર ખરો ? આપણી કહેવાતી આધ્યાત્મીકતા તો હવે મશ્કરીનો વીષય બની ગઈ છે. ભારતના લોકો લાખોની સંખ્યામાં અમેરીકા અને અખાતના દેશોમાં જાય એને ભુલાવી દઈને ત્યાંથી બે–પાંચ માથા ફરેલા લોકો આપણા દેશમાં આવીને કોઈ ધર્મગુરુના ચેલા બને ત્યારે આપણે આપણી આધ્યાત્મીકતાનો ગર્વ લેવા માંડીએ છીએ ! પણ એ ધર્મગુરુ પોતે એરકન્ડીશન મશીન, રેફ્રીજરેટર અને ટેલીવીઝનની સંસ્કૃતીમાં રાચતા હોય છે ! એમને ધર્મનો પ્રચાર કરવા માટે પશ્ચીમનાં બધાં ભૌતીક સાધનસગવડોની ગરજ રહે છે ! વીડીયો ઉપર કથા સાંભળીને મેળવેલું પુણ્ય કેટલું તકલાદી ગણાય !

દરેક ચીજનો વેપાર કરનાર આપણી પ્રજાએ ધર્મને પણ નથી છોડયો. મન્દીરોમાં પ્રભુની આરતી અને પ્રસાદના પણ જુદા જુદા ભાવ નક્કી કરીને એનું પાટીયું મારવામાં આવે છે ! પ્રભુના ઘરમાં પણ પૈસાની બોલબાલા ! પુણ્યનો પણ ચડાવો થાય અને પૈસાદાર વધુ પૈસા ખરચીને વધુ પુણ્ય ખરીદે. આજના ધાર્મીકસ્થાનો પણ મોટાં સ્થાપીત હીતો બની ગયાં છે. એમની આવક અને મીલકત ઉપરથી એમની મહત્તા નક્કી થાય છે. માણસ માણસ વચ્ચે ધર્મની દીવાલ આવીને ઉભી રહી ગઈ છે. ધર્મનાં સ્થાનો ઉપર અધર્મીઓએ અડ્ડો જમાવ્યો છે. આજના ધર્મ ઉપદેશકો પણ જનસમ્પર્ક અને પ્રચારના આધુનીક કીમીયા અજમાવે છે અને ધર્મસ્થાનોને ફીલ્મી મનોરંજનની કક્ષાએ લઈ જઈને લોકરંજન કરે છે. આવી કથાઓ સાંભળવા જવું એ ફેશન બન્યું છે. બધા પયગમ્બરો આજના ધર્મની અવદશા જોઈ શકત તો એકસામટા પોતાના ધર્મગ્રન્થોને પાછા ખેંચી લેત. ‘આપણાં દુઃખ–દર્દોનું ઓસડ ધર્મના એજન્ટો પાસે નથી’; એ સત્ય આપણને ક્યારે સમજાશે ?

જો ધર્મસ્થાનો, પુજાપાઠ અને હોમહવનોથી કલ્યાણ થતું હોય તો આપણા દેશમાં તો સ્વર્ગ ઉતર્યું હોત. સેંકડો સમ્પ્રદાયો અને પંથોવાળા દેશમાં શેરીએ શેરીએ ધર્મગુરુઓ, સાધુઓ, ફકીરો જોવા મળે છે. ડગલે ને પગલે મન્દીર, મસ્જીદ જોવા મળે છે. નીતનવા સ્થળોએ ધુન–ભજનો થાય છે, કથા થાય છે. દરેક નવું કામ ધાર્મીક વીધીથી થાય છે. ભુમીપુજનની સાથે આપણે ચોપડાનું પણ પુજન કરીએ છીએ ! આવા દેશમાં ગરીબી અને ભુખમરો શા માટે હોય ? આવા દેશમાં શા માટે વરસાદ જ ન પડે ? શા માટે કુદરત આપણા ઉપર જ રુઠે ? આવા સામાન્ય સવાલો આપણે આપણી જાતને પુછતા નથી અને જેમ હતાશ થઈએ તેમ વધુ ને વધુ ધાર્મીક ક્રીયાકાંડોને શરણે જઈએ છીએ. મોરબીનાં બધાં ઘરોમાં પ્રવેશતાં પહેલાં લોકોએ ભુમીપુજન કર્યું હતું અને ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ એ દીવસે દોઢસો લગ્નનું મુહુર્ત નક્કી થયું હતું ! જન્મકુંડળી મેળવીને થતાં લગ્નો પણ છ માસમાં તુટી જાય છે !

સ્વતંત્ર વીચારશક્તી અને વીવેકબુદ્ધી એ મનુષ્યને મળેલ ઉત્તમ ભેટ છે; પણ આપણે સ્વેચ્છાએ આપણી વીવેકબુદ્ધી અને વ્યક્તીતાને ધર્મને ચરણે ધરી દઈએ છીએ. ગેલેલીયો અને કોપરનીક્સે પોતાની વીવેકબુદ્ધી અધર્મને ચરણે ધરી દીધી નહોતી. એમ હોત તો ઔદ્યોગીક ક્રાન્તીનો પાયો જ ન મંડાત અને આપણે કમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યા ન હોત. ધર્મ કશુંક પ્રાપ્ત કરવાનું સાધન કે માધ્યમ બની શકે; પણ એ સાધ્ય કદી બની શકે નહીં.

રામજન્મભુમી અને બાબરી મસ્જીદની ચીન્તા અયોધ્યાવાસીઓને નથી એટલી બહારના લોકોને છે ! જ્યારે આ પ્રશ્ને કેટલાંક શહેરોમાં ‘ધર્મયુદ્ધ‘ ખેલાઈ રહ્યું હતું ત્યારે અયોધ્યામાં સમ્પુર્ણ શાન્તી પ્રવર્તતી હતી ! મસ્જીદ અને મન્દીરમાં એકસરખો પથ્થર, સીમેન્ટ અને પાણી વપરાય છે… પણ ધર્મના ટેકેદારો જ તે દહાડે મુસ્લીમ પથ્થર અને હીન્દુ પથ્થરનું નીર્માણ કરશે ! ડૉક્ટરને ત્યાં આવતા દર્દીઓમાં મુસ્લીમ કેન્સર અને હીન્દુ કેન્સરનું વર્ગીકરણ હોતું નથી ! છતાં, આપણે ‘પારસી મરણ‘ અને ‘હીંદુ મરણ‘ જેવા લેબલ વડે મરણને પણ ધર્મયુદ્ધ બનાવ્યું છે !

દુષ્કાળગ્રસ્ત દેશમાં 21 લાખ રુપીયાની રકમ હોમહવનમાં વાપરી શકાય છે અને વડાપ્રધાન જેવી વ્યક્તી પણ એનો આશ્રય લઈ શકે છે ! સુપર કમ્પ્યુટરનો ઉપયોગ કદાચ આવા યજ્ઞો કઈ જગ્યાએ કરવા અને ક્યારે કરવા જોઈએ એ જાણવા માટે થશે. ધર્મનું વીજ્ઞાન અને યજ્ઞની ટૅકનોલૉજી ! આપણે દુનીયાને ઘણું નવું આપી શકીએ તેમ છીએ.

દુનીયાના બે ધાર્મીક દેશો ધર્મના રક્ષણ માટે દસેક વર્ષથી લડાઈ ખેલી ચુક્યા છે અને લાખો નીર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યા છે. કરસનદાસ મુળજીએ એકવાર ધર્મને નામે સ્ત્રીના શીયળ ઉપર થતું આક્રમણ રોકવા માટે જેહાદ જગાવવી પડી હતી. પોતાના દમ્ભને ન્યાયી ઠેરવવા માટે ધર્માચાર્યોએ ખોટા શ્લોકો ઘડી કાઢ્યા હતા !

લોકો આવકવેરામાંથી મુક્તી મેળવવા માટે ધર્મસ્થાનોને દાન આપે છે. પૈસા આપીને પુણ્ય ખરીદીએ એની પાકી પહોંચ મળે છે. ધર્મ ગમે તેવું શક્તીશાળી દુરબીન બનાવે તો પણ; એમાં સ્વર્ગ અને નરક દેખાવાનાં નથી એને માટે તો પરીકથાઓ અને દન્તકથાઓનો જ આશરો લેવો પડે. રોજના નીત્યક્રમમાં ઘડીયાળના કાંટાની સાથે આપણે ત્યાં ધર્મના ક્રીયાકાંડોનું પણ સાયુજ્ય રહ્યું છે. આટલાથી આટલા વાગ્યે પુજા કરવાની, બરાબર આટલા વાગ્યે આરતી ઉતારવાની. ધર્મ અને આધ્યાત્મીકતા એ સમયના ચોકઠામાં ગોઠવવાની વસ્તુ છે ? એને મનુષ્યનાં મન અને મગજની સ્થીતી સાથે કોઈ સમ્બન્ધ નથી ? એ ઓફીસમાં હાજરી આપવા અને સીનેમાનો શૉ શરુ કરવા જેટલી કૃત્રીમ ચીજ છે ?

ધર્મને નામે આપણે કેટલી મોટી માત્રામાં અધર્મ આચરીએ છીએ ? બધાં પાપ ધર્મની શેતરંજની હેઠળ છુપાઈને પડ્યાં છે. આપણી શેતરંજી ઉપરથી બરોબર સાફ–સુથરી અને ચળકાટવાળી રહે એની આપણને સતત ચીન્તા છે. ધર્મના આવા વરવા અસ્તીત્વ છતાં સમાજ ટકી રહ્યો છે એ જ આશ્ચર્ય છે. જુના મળને સાફ કરવા માટે આંતરડાં સંપુર્ણ સાફ કરવાં પડે છે. બૌદ્ધીકતા રુપી એનીમા લઈશું તો વૈચારીક સડો દુર કરી શકીશું.

–યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની ‘વીચાર વીહાર’ નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 27 ડીસેમ્બર, 2014ના અંકમાંથી ડૉ. યાસીન દલાલ અને‘ગુજરાત સમાચાર’ દૈનીકના  સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :

ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ – 360 007 ફોન : (0281) 257 5327 ઈ.મેઈલ :yasindalal@gmail.com

REPOSTED from “અભીવ્યક્તી” with thanks.

તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?

અભીવ્યક્તી

ખુશ ખબર

વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટી, સુરતના શીક્ષણ વીભાગના ભુતપુર્વ વડાશ્રી, શીક્ષણવીદ્ અને ‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની મંગળવારીય કૉલમ ‘શીક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ તેમ જ બુધવારીય કૉલમ ‘માણસ નામે ક્ષીતીજ’ ના લેખક અને ચીન્તક ડૉ. શશીકાંત શાહની બે જીવનોપયોગી પુસ્તીકાઓ ‘આનન્દની ખોજ’ તેમ જ ‘ટીન–એજ’માં બોયફ્રેન્ડથી સાવધાન’ નામની, શીર્ષકને સાર્થક કરતી વીજાણુ પુસ્તીકાઓ (ઈ.બુક્સ) ‘મણી મારુ પ્રકાશને’ પ્રગટ કરી છે.  તારીખ : 04 ઓક્ટોબર, 2015ને રવીવારની સાંજે (ચાર વાગ્યે) સુરતના કવીઓના‘મુશાયરા’માં આ બન્ને ઈ.બુક્સના લોકાર્પણનો પણ એક નાનકડો કાર્યક્રમ ‘હરીકૃષ્ણ કોમ્યુનીટી સેન્ટર’, જુની પીપલ્સ બેન્કની પાછળ, ગોટાલાવાડી, કતારગામ રોડ, સુરત – 395 004 ખાતે યોજવામાં આવ્યો છે. રસ ધરાવનાર મીત્રોને પધારવા હાર્દીક નીમન્ત્રણ છે.

વાચકમીત્રો ઈ.બુક્સના લોકાર્પણ બાદ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.wordpress.com/e-books માંથી આ બન્ને ‘ઈ.બુક્સ’ ડાઉનલોડ કરવાની સુવીધા ઉપલબ્ધ થશે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ…

View original post 1,605 more words

आदमी व्‍यंग्‍य – शशिकांत सिंह ‘शशि’

जंगल की एक निंबध प्रतियोगिता में गाय ने आदमी पर निबंध लिखा जो इस प्रकार है। आदमी एक दोपाया जानवर होता है । उसको दो कान , दो आंखें और दो हाथ होते हैं। वह सबकुछ खाता है । उसका पेट बहुत बड़ा तो नहीं होता लेकिन कभी भरता नहीं है । यही कारण है कि आदमी जुगाली नहीं करता । उसके सींग नहीं होती लेकिन वह सबको मारता है । उसके दुम नहीं होती लेकिन वह दुम हिला सकता है । वह एक अदभुत किस्‍म का प्राणी होता है । उसके बच्‍चे भी बड़े होकर आदमी ही बनते हैं। आदमी हर जगह पाया जाता है । गांवों में , शहरों में , पहाड़ों और मैदानों में । रेगिस्‍तान से लेकर अंटार्कटिका जैसे ठंडे स्‍थानों पर भी पाया जाता है । वह कहीं भी रह सकता है लेकिन जहां रहता है उस जगह को जहरीला कर देता है। उससे दुनिया के सारे जानवर डरते हैं । वह जानवरों का दुश्‍मन तो है ही पेड़-पौधों का शत्रु भी है ।

आदमियों के अनेक प्रकार होते है। गोरा आदमी , काला आदमी , हिन्‍दू आदमी , मुसलमान आदमी , ऊँची जाति का ,नीची जाति का , पर सबसे अधिक संख्‍या में पाये जाते हैं – धनी आदमी गरीब आदमी । आदमी हमेशा लड़ने वाला जीव होता है । वह नाम, मान, जान, पहचान, आन और खानदान के लिए लड़ता ही रहता है । सबसे अधिक , अपनी पहचान के लिए लड़ता है । जानवरों में यह हँसी की बात मानी जाती है कि पहचान के लिए कोई लड़े । किसी के सींग छोटे हैं तो किसी के बड़े । किसी की दुम छोटी है तो किसी की बड़ी । हाथी के कान विशाल होते हैं तो ऊँट के एकदम छोटे लेकिन दोनों लड़ते नहीं हैं। कौआ काला होता है । तोता हरा लेकिन दोनों एक ही डाल पर प्रेम से रह सकते हैं। आदमियों में सबसे ज्‍यादा लड़ाई पहचान के लिए होती है। कहते हैं कि आदमी एक सामाजिक प्राणी है जबकि समाज में रहना उसे आता ही नहीं । वह सबसे ज्‍यादा अपने पड़ोसी से लड़ता है। वह दो ईंच जमीन के लिए भी लड़ सकता है और एक गज कपड़े के लिए भी । और तो और वह एक पके पपीते के लिए चौबीस घंटे अनवरत लड़े तो जानवरों को आश्‍चर्य नहीं होगा । पड़ोसी से लड़ने के लिए धर्म और जाति बनाई गई हैं ंजानवरों में जाति और धर्म नहीं हैं तो वह कितने सुख से रहता है। ऐसा नहीं कि शेर के शक्‍तिशाली भगवान हैं और उन्‍हें मांसाहार पसंद है । तो , खरगोश के भगवान शाकाहारी हैं। उनका अवतार जंगल को शेरों से मुक्‍त कराने के लिए हुआ था। मछलियों के भगवान पानी में रहते तो बंदरों के पेड़ पर । यदि ऐसा होता तो जंगल में जानवर लड़ते -लड़ते मर जाते । शुक्र है जानवरों के पूर्वजों के दिमाग में ऐसी बातें नहीं आई । नहीं तो जंगल भी नगर बन जाते । हँसी तो तब आती है जब इतनी लड़ाइयों के बावजूद आदमी अपने को सामाजिक प्राणी मानता है ं। धन्‍य है आदमी ।

आदमी में अनेक गुण होते है । वह धन जमा करता है । उसे लगता है कि दुनिया में धन ही किसी को भी सुरक्षित रख सकता है । धन जमा करने की भी कोई हद नहीं है । अपने देश में तो जमा करता ही है । दूसरे देशों में जाकर भी जमा करके आता है । धन दो प्रकार का होता हैं -काला और सफेद । वह दोनों प्रकार के धन का संग्रह करता है। सारी कतर-ब्‍योंत जीवन भर करता है धन के लिए । जंगल में यह बीमारी नहीं आई तो जानवर कितने सुखी हैं । नहीं तो शेर के बच्‍चे जंगल को अपनी जागीर मानने लगते । मानते तो अब भी हैं लेकिन उसके लिए उनकी आपस में जंग होती है । सेना के साथ नहीं, व्‍यक्‍तिगत रूप से। सत्‍ता मिलने के बाद यदि उनके अंदर धन की लालसा होती तो क्‍या पता अपने ही जंगल के पेड़ों को दलालों के हाथों बेच देते । नदियों को उद्योगपतियों के यहां गिरवी रख देते । हवा को भाड़े पर लगा देते। पत्‍तों के लिए आपस में लड़ते और सारे के सारे मारे जाते । शेर को धोखे से मारा जाता । हिरण लोमड़ी के साथ मिलकर सत्‍ता के लिए षडयंत्र करती । हमारे पूर्वज कितने विवेकशील थे कि उन्‍होंने धन नाम की आदत लगने ही नहीं दी । खाओ-पीओ, सुखी रहो के सिद्धांत पर जानवर जीते हैं । न वर्त्‍तमान की चख-चख न भविष्‍य की चिंता । न बैंक है न पुलिस । हां, पुलिस ही नहीं आदमी को सेना की जरूरत भी पड़ती है । कहने के लिए तो वह अपने को सभ्‍य और सुसंस्‍कृत मानता है लेकिन उसे सभ्‍य तरीके से रहना ही नहीं आता । उनको शांति स्‍थापना के लिए पुलिस रखनी पड़ती है । जितना बड़ा आदमी ,उतनी ज्‍यादा सुरक्षा । एक देश का आदमी दूसरे देश के आदमी पर हमले करता है। उसकी जमीन पर कब्‍जा करना चाहता है । वह अपनी सेना से हमला करता है । दोनों सेनाओं में लड़ने वाले लोग लड़ते और मारे जाते हैं जबकि युद्ध के बाद मौज करने वाले सीमा पर कभी जाते भी नहीं। सैनिक नामक आदमी शहीद हो जाता है । नेता नामक आदमी राज करता है । जंगल में ऐसी कोई संभावना नहीं है। एक जंगल का शेर यदि दूसरे जंगल के शेर से लड़ता भी है तो बिना सेना और हथियार के । अपने स्‍वार्थ के लिए वे दूसरे जानवर की बलि नहीं देते । यही कारण है कि उन्‍हें सदियों से राजा माना जाता रहा है ।

राजा आदमियों में पहले होते थे अब नहीं होते । पहले भी जब राजा हुआ करते थे तो राजा के लिए आदमी आपस में लड़ते थे । अब उनके समाज में एक लोकतंत्र नाम की व्‍यवस्‍था है जिसकी कमजोरियों का लाभ उठाकर एक आदमी लाखों आदमियों को बेवकूफ बनाता है । अपनी कलाकारी में यदि वह सफल हो गया तो राज करने का अधिकार उसे मिल जाता है । लोकतंत्र में अक्‍सर यही होता है कि नेता आदमी नारे गढ़ता है । सपने बुनता है । बुने हुये सपनों को चमकाता है। उसे आम आदमी को दिखाता है। उसके हाथों उन सपनों को बेच देता है। आम आदमी उसे अपना सपना समझकर खरीद लेता है लेकिन वह होता है नेता आदमी का सपना। वह अपने अभिनय , कला-कौशल और संसाधनो से एक पूरे समाज को अपने पक्ष में मोड़ लेता है। आम आदमी यह जानते हुये भी कि नेता आदमी ने आजतक जो भी कहा गलत कहा गलता कि सिवा कुछ नहीं कहा, उसके बहकावे में आ जाता है । लोग उसके बुने हुये सपनों को अपने मन में पांच साल तक पालते हैं और अंत में उसको अनाप-सनाप कहता शुरू कर देते हैं । उसके बाद दूसरे नेता को वोट देते हैं। उन्‍हीं सपनों को एक बार फिर पालते हैं । बेशक रंग अलग हो । जंगल में लोकतंत्र नहीं है। जंगल के जानवर सुखी हैं। उन्‍हें पता है कि शेर ही राजा है। वह भी जानता हैं कि वही राजा हैं। झूठ और फरेब की गुंजाइश ही नहीं है । आदमियों के लोकतंत्र में कहा तो यह जाता है कि इसमें कमजोर को भी न्‍याय मिलता है लेकिन यह शक्‍ति के सिद्धांत पर ही आधारित हैं। शरीर की नहीं धन की शक्‍ति।

जंगल में मांसाहारी जीव मांस खाते हैं । शाकाहारी हरी घास । आदमियों में यह एक विचित्र बात है कि कोई एक समय का भोजन नहीं जुटा पाता तो कोई एक समय में हजारों रुपये का खाना खा जाता है । कोई यह सोच कर पेरशान है कि क्‍या खायें ? कोई यह सोचकर टेंशन में है कि क्‍या-क्‍या खायें ? कोई खाने के लिए मंदिर की सीढि़यों पर भीख मांगता है तो कोई उसी मंदिर में भागवान को छप्‍पन भोग खिलाता है ताकि उसका खाया हुआ आसानी से पच जायें । एक आदमी रात में खुले आसमान के नीचे सोता है । ठंड में ठिठुरता रहता है । दूसरा , अपने राजसी बिस्‍तर पर गर्म रजाई में दुबक कर रंगीन सपने देखता है । जंगल में ऐसी समस्‍यायें नहीं आतीं । मजबूत जानवर कमजोर जानवर को खाता जरूर है लेकिन केवल भूख लगने पर । वह मार-मार कर जमा नहीं करता । कल की चिंता जंगल में किसी को नहीं है। सभी अपनी मांद में एक तरह से रहते हैं चाहे वह सियार हो या शेर । पंछी अपने घोंसलों में रहते हैं । मछली पानी में । किसी को भोजन , वस्‍त्र और आवास की चिंता नहीं है ।

अंत में एक बात और , आदमियेां की बोली अलग-अलग होती है। वह केवल बोलता ही नहीं लिखता और पढ़ता भी है। एक बंगाली में बोलेगा तो दूसरा मराठी में । किसी की बोली गुजराती है तो किसी की पंजाबी । भारत को आदमी हिन्‍दी बोलेगा तो इंगलैंड का अंग्रेजी। खैर, अलग-अलग बोली है तो बोले । पर वह तो बोलियों के लिए लड़ता है। सबको यही लगता है कि उसकी भाषा अच्‍छी है और बकियों को बेकार । वह खून खराबे तक करता है यही सोच-सोचकर। जानवरों में यह समस्‍या नहीं है । पूरें संसार भर के कुत्‍ते भौंकते है। सृष्‍टि भर की गांये एक ही तरह रंभाती है । ऐसा नहीं कि चम्‍पकपुर जंगल के कुत्‍ते भौंके और नंदनवन के रेंकें । यही कारण है कि जंगल में बोलियों की लड़ाई भी नहीं होती । संसार में जितने आदमी हैं । उन्‍हें आप आदमी नहीं कह सकते । सबके अपने अपने नाम है । कोई पीटर है तो प्रभुदयाल । कोई मिर्जा मुस्‍ताफ है तो कोई मदनचंद । जंगल में सभी शेर , शेर हैं। सभी गायें , गाय । अंत में वह नाम के लिए भी लड़ता है । हँसी तो यह सोचकर आती है कि लड़ाइयों के बावजूद आदमी अपने आपको संसार का सर्वश्रेष्‍ठ प्राणी मानता है ।

यह निबंध प्रतियोगिता में सर्वश्रेष्‍ठ मानी गई । क्‍या जंगल में भी पक्षपात होते हैं ?

शशिकांत सिंह ‘शशि’

जवाहर नवोदय विद्यालय

शंकरनगर नांदेड

431736

ઋણસ્વીકાર:

शशिकांत सिंह ‘शशि’ (મૂળ લેખક)

અને

શરદભાઈ શાહ (અમદાવાદ)ના ઈ-મેઈલ થકી પ્રાપ્ત થવા બદલ

 

માનવીય દિલથી કહો – ‘જીવો અને જીવવા દો.’ (Re-blogged) – વલીભાઈ મુસા

કોઈપણ સમાચારપત્ર ખોલો, ટી.વી.ની કોઈ સમાચાર ચેનલ જૂઓ કે પછી કોમ્પ્યુટર ઉપર છેલ્લા તાજા સમાચાર માટેની શોધ ચલાવો; અને તમને દુનિયામાં ક્યાંક ને ક્યાંક, વ્યક્તિગત કે સમૂહગત, એક યા બીજા સંઘર્ષના કારણ હેઠળ માનવહત્યા કે માનવસંહાર થએલો જાણવા મળશે જ. જગતના તમામે તમામ ધર્મો એક મુદ્દા ઉપર સર્વસંમત છે કે મનુષ્ય એ ઈશ્વરસર્જિત તમામ જીવો પૈકીનું ઉત્તમોત્તમ સર્જન છે; તો વળી એ પણ એટલું જ સાચું છે કે જ્યારે આપણે માનવી દ્વારા માનવીની થતી હત્યા વિષે સાંભળીએ, ત્યારે એ નગ્ન સત્યને આપણે કબૂલવું જ પડશે કે દુનિયામાં માનવી જેવું અત્યંત ખરાબ કોઈ પ્રાણી નથી.

એ તો સાવ દેખીતું જ છે કે બધા જ પ્રકારના સંઘર્ષો પૈકી નૃવંશીય ભેદભાવમાંથી નિપજતો સંઘર્ષ મિટાવવો સૌથી વધારે મુશ્કેલ છે. સમૂહગત આવા સંઘર્ષો લોહિયાળ હોય છે અને મોટી સંખ્યામાં અહીં માનવસંહાર જોવા મળે છે. જો આપણે શાંત ચિત્તે માનવજાતિઓમાં થતા રહેતા આવા આંતરિક હત્યાકાંડો વિષે વિચારીએ; તો આપણે એ તારણ ઉપર આવીશું જ કે નિર્દોષોનાં લોહી વહેવડાવવાનું આ પાપકર્મ આચરવું એ માત્ર કાયરતા જ નહિ, પરંતુ મૂર્ખાઈ પણ છે. મારા વાંચકો સમક્ષ આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરવા, હું નીચે દાખલારૂપ કોઈકની પાસેથી સ્થાનિક રીતે સાંભળવા મળેલી એક બોધકથાને રજૂ કરીશ, જે આ પ્રમાણે છે :

“દેશના કોઈક દૂરના વિસ્તારમાં, એક વરરાજાનો વરઘોડો (જાન) કન્યાપક્ષના બીજા ગામે જઈ રહ્યો હતો. જાનૈયાઓ બળદગાડાંમાં સફર કરી રહ્યા હતા. તેઓ બધા જુવાનિયા હતા, કેમ કે તેમણે લગ્નપ્રસંગનો આનંદ મુક્ત રીતે માણવા માટે ઘરડાઓને ટાળ્યા હતા. બધાં ગાડાં હારબંધ એક નેળિયા (સાંકડા રસ્તા)માંથી પસાર થઈ રહ્યાં હતાં.

પહેલું ગાડું ઊભું રહ્યું, ત્યારે બાકીનાં ગાડાંના બધાજ જુવાનિયાઓ શું થયું છે તે જાણવા પોતાનાં ગાડાંમાંથી ટપોટપ નીચે ઊતરી પડ્યા. બધાએ આશ્ચર્યસહ જોયું તો રસ્તા વચ્ચે એક પાટલા ઘો પડેલી હતી. તેમને ખબર જ હતી કે આ પ્રાણી સાવ નિર્દોષ અને બિનઝેરી હોય છે અને જમીન ઉપર લાકડીઓ પછાડીને થોડોક જ અવાજ કરવામાં આવે તો તે ભાગી જ જાય.

પેલા યુવકોમાંનો એક જણ જે ઘાતકી સ્વભાવનો હતો. તે તેને મારી નાખવા માટે આગળ ધસતો હતો, ત્યારે બીજાઓએ તેને વાર્યો. કોઈકે કહ્યું કે તે રસ્તો છોડીને ચાલી જાય તે માટે આપણે તેની સાથે શાંતિવાર્તા ચલાવવી જોઈએ. આમ છતાંય જો તે ન માને તો જ આપણે તેને મારી શકીએ.

એક જુવાનિયો જે તરત જ કવિતા રચી શકે તેવો શીઘ્ર કવિ જેવો હતો. તેણે તળપદી ભાષામાં પેલી પાટલા ઘો ને સંબોધતી કેટલીક કાવ્યકંડિકાઓ રચી કાઢતાં આ ભાવાર્થવાળા શબ્દોમાં કહ્યું, ‘ઓ ટીમ્બાટુડા (કાલ્પનિક ગામનું નામ)ની ઘો, જરા આઘીપાછી હો; જો આપણે આપસમાં લડીશું તો પાંચદસ તારાં મરશે અથવા ઘવાશે અને પાંચદસ અમારાં મરશે કે ઘવાશે એમાં કોઈનેય શો ફાયદો થવાનો છે? આવી મામૂલી વાતમાં લોહિયાળ જંગ ખેલીને આપણે શું મેળવવાનું!’

પેલી ઘો પોતાની જગ્યાએથી જરાપણ હાલી નહિ, એટલે પેલાઓએ તેની સાથે લડી લેવાનું નક્કી કરી લીધું. પણ, તેમનામાંના એક કહેવાતા ડાહ્યા જુવાને ઘોનો પક્ષ લેતાં કહ્યું, ‘કોઈ કમજોરની સાથે લડવું તેમાં ન્યાય નથી. આ ઘો બિચારી એકલી છે અને સામે આપણે ઘણા છીએ. શું આપણામાંના અડધા તેના પક્ષે ન થઈ શકીએ?’

બધા આ દરખાસ્ત સાથે સંમત થઈ ગયા અને તેઓ બધા બે ભાગમાં વહેંચાઈ ગયા. બંને જૂથ વચ્ચે લાંબી અને મજબૂત લાઠીઓ વડે ધમાસાણ લડાઈ શરૂ થઈ ગઈ. બધા લોહીલુહાણ થઈ ગયા, જેમાંના કેટલાકનાં તો હાથ, પગ, આંખો, જડબાં અને માથાં ભાગ્યાં. દરમિયાન બધાના હોંકારા અને દેકારા તથા લાકડીઓના ઝડાઝૂડ અવાજથી ચમકીને પેલી ઘો ભાગી ગઈ. જેવો ઘોએ રસ્તો છોડ્યો કે તરત જ લડાઈ બંધ થઈ અને જીતેલા પક્ષવાળા બૂમો પાડવા માંડ્યા, ‘ઘોવાળા હારી ગયા, ઘોવાળા હારી ગયા! શરમ… શરમ, તમારો મુખિયો તો મેદાન છોડીને ભાગી ગયો!’ “

ઉપરની ઘટના અતિશયોક્તિપૂર્ણ લાગશે, પણ આપણે એ ભૂલવું ન જોઈએ કે આ તો માત્ર એક લોકકથા છે. એ ગમે તે હોય, પણ તે આપણને બોધપાઠ શીખવી જાય છે કે નાના કે મોટા કોઈ વિવાદમાં આપસમાં લડવું કે ઝગડવું એ સાવ મૂર્ખાઈભર્યું જ કામ છે.

માનવજાતની અસલામતી કે તેની જિંદગીનાં જોખમો બાહ્ય આક્રમણ હેઠળ હરગિજ નથી; અને જો છે તો તે આંતરિક રીતે જ ખતરામાં છે. પૃથ્વી સિવાયના અન્ય કોઈ ગ્રહ ઉપરથી આપણા ઉપર કોઈ દુશ્મનો ત્રાટકનાર નથી; અને ધારો કે એવા કોઈ દુશ્મનો બહાર અસ્તિત્વ ધરાવૅ છે, તો પણ તેમને તેમ કરવાની જરૂર પડશે જ નહિ. આપણને ખતમ કરવાનો તેમનો ભાર આપણાથી જ પરિપૂર્ણ થનાર છે. માનવસર્જિત આવી આફતોથી આપણે સાથે મરીશું ખરા, પણ સાથે જીવી નહિ શકીએ! આનાથી વધારે ગંભીર કરૂણાંતિકા બીજી કઈ હોઈ શકે કે આપણે અંદરોઅંદર આત્મઘાતી સંઘર્ષોથી જાતે જ ખતમ થઈ જઈએ! માનવજાતનાં માથાં ઉપર સર્વનાશની તલવાર ઝળૂંબી રહી છે. આજે કોઈ એકબીજાથી સલામત નથી. આપણે ઘરનો ઉંબરો ઓળંગીને બહાર નીકળીએ, પણ આપણે આપણા જ ઘરે સલામત પાછા ફરીશું કે નહિ તેની કોઈ ખાત્રી નથી. ઘર બહાર તો ઠીક, પણ કેટલીકવાર આપણે આપણાં ઘરોમાં પણ સલામત નથી હોતા. મહાત્મા ગાંધીએ સાચું જ કહ્યું છે કે ‘જગત ધિક્કારથી સાવ ત્રાસી કે થાકી ગયું છે. આપણે જોઈએ છીએ કે આ ધિક્કાર કે વેરભાવથી માનવજાતને કોઈ લાભ પહોંચ્યો નથી.’ આગળ તેઓ ઉમેરે છે કે ‘મારો વિશ્વાસ હંમેશની જેમ આજે પણ અડગ છે. હાલની આ ત્રસ્ત દુનિયા પાસે અહિંસાના સાવ સીધા અને સરળ માર્ગને અપનાવ્યા સિવાય કોઈ આરોચારો નથી.’

સમાપ્તિટાણે એટલું જ કહેવાનું કે સમાજ કે જગતને જોડવાનું અથવા તોડવાનું કામ માનવીની સમજદારી કે નાદાની ઉપર આધાર રાખે છે. માનવધર્મથી વધારે ચઢિયાતો કોઈ ધર્મ નથી. કોઈપણ ધર્મ તેના અનુયાયીઓને કોઈને ઈજા પહોંચાડવાનું કે ધિક્કારવાનું શીખવતો નથી. માનવધર્મ એ કોઈ નવીન ધર્મ નથી કે તે કોઈ ધર્મનું નવીન નામ પણ નથી. આ માનવધર્મ બધા જ ધર્મોમાં સમાવિષ્ટ છે જ. દરેક ધર્મ સ્વભાવગત જ વિવિધતાસભર હોય છે અને તેનાં કોઈ પાસાંનું અર્થઘટન મર્યાદિત કરી નાખવું તે હરગિજ ન્યાયી નથી.

ચાલો આપણે ‘જીવો અને જીવવા દો.’ના મંત્રનો શાંતિમય જગતના સર્જન માટે પ્રચાર અને પ્રસાર કરીએ.

આભાર.

– વલીભાઈ મુસા

મધ્યમ માર્ગ કે તટસ્થભાવ – વલીભાઈ મુસા

માનવીય સંબંધો નાજુક હોય છે. અસહિષ્ણુતા, ગેરસમજ, અપમાનજનક વર્તન, ઈર્ષાભાવ, સ્વાર્થવૃત્તિ, ખેલદિલી કે ક્ષમાવૃત્તિનો અભાવ, તેજોદ્વેષ કે તેજોવધ, બિનતંદુરસ્ત સ્પર્ધા, જીદ, મતભેદ અને તેમાંથી મનભેદ, છેતરપિંડી, ચાડીચુગલી, નિંદા, વિશ્વાસઘાત આદિ એવાં નકારાત્મક પરિબળો છે જે માનવીય સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે. આજનો દોસ્ત કાલે દુશ્મન બની જાય, મધુર દાંપત્યજીવન ભગ્નસ્થિતિએ પહોંચે, પાડોશી ભવોભવનો દુશ્મન બની જાય, સહકાર્યકરો બાખડી પડે, અજાણ્યાઓ સાથે પણ ક્લેશ થાય; આ બધાં વણસેલા કે વણસતા જતા સંબંધોનાં કેટલાંક ઉદાહરણો છે.

આવા વણસેલા સંબંધોને કોઈ એક પક્ષ પુન: સ્થાપિત કરવા વિના વિલંબે પ્રયત્ન કરે તો ધાર્યું પરિણામ મળી શકતું હોય છે, કેમ કે એ કડવાશ જામીને ઘટ્ટ થઈ નથી હોતી. ઘણીવાર એવું પણ બની શકે આવી ઉતાવળ સંબંધોને વધુ વણસાવે, કેમ કે બંને પક્ષ અબોલાની સ્થિતિમાં થોડોક વધુ સમય ન રહ્યા હોઈ એકબીજા પ્રત્યેનો પહેલાંનો મધુર સંબંધ તેમને સાલતો નથી.  આ મુદ્દો “Relations or persons are valued high when they are  away from us.”ના સંદર્ભે સારી રીતે સમજી શકાશે. કોઈ રોગમાં ઘણીવાર સમય એ ઔષધનું કામ કરતો હોય છે, બસ એવું જ કંઈક આવા થોડાક વિલંબમાં થઈ શકતું હોય છે. માનવવર્તણૂકના અભ્યાસુઓનું તારણ છે કે કોઈ બે પક્ષ સંબંધોનો વિચ્છેદ કરવામાં એવું અંતિમ વલણ ધારણ કરતા હોય છે કે એ સંબંધોને ફરી જોડવા માટેનો કોઈ માર્ગ બચતો નથી હોતો, સિવાય કે વધારે દુભાયેલો પક્ષ ‘માફ કરો અને ભૂલી જાઓ’ની નીતિને અખત્યાર કરે. દુભાયેલો પક્ષ નમતું મૂકવા ત્યારે જ તૈયાર થાય, જ્યારે કે દુભવનાર પોતાની ભૂલનો એકરાર કરે અને સાચા દિલથી માફી માગી લે. જો કે વૈમનસ્ય કેવા પ્રકારનું હોય છે તેના ઉપર સંબંધોના સુમેળની સફળતા કે નિષ્ફળતાનો આધાર રહેતો હોય છે. કોઈ એક પક્ષનું સામેના પક્ષ સાથે એવું અજુગતું અને કઠોર વર્તન રહ્યું હોય કે જે ભરપાઈ ન થઈ શકે તેવું હોય તો ઘણીવાર સંબંધો ન પણ સુધરે ! આમ છતાંય ઘણીવાર એવા સંજોગો સર્જાતા હોય છે કે કોઈ અણીના સમયે પેલો પક્ષ પોતાની દુશ્મનીને ભૂલીને સામેવાળા ઉપર એવો ઉપકાર કરે કે તે અહેસાનમંદ બનીને દોસ્તીનો હાથ લંબાવે.

એરિસ્ટોટલે માણસને સામાજિક પ્રાણી તરીકે ઓળખાવ્યો છે. એ એકલો રહી શકતો ન હોઈ તેના માટે સમાજમાં રહેવું અનિવાર્ય બની જતું હોય છે. માણસ લોકોની સાથે હળેમળે છે, માટે જ તો કોઈકની સાથે ટકરાવાનો પ્રસંગ પણ ઉદ્ભવતો હોય છે. પાલતુ પ્રાણીઓ પણ સમૂહમાં ચારો ચરતાં કે રખડતાં હોય છે અને કેટલીકવાર સામસામાં શિંગડાં ભરાવીને લડી પડતાં પણ હોય છે. માનવીઓમાં પણ એ જ રુએ આવું બનતું હોય છે. આમ છતાંય ઘણીવાર માનવી કરતાં આવાં પ્રાણીઓ ડાહ્યાં પુરવાર થતાં હોય છે અને થોડીક જ વાર પછી વૈમનસ્ય ભૂલી જઈને એકબીજાનું સાહચર્ય અપનાવી લે છે. આવું માનવબાળ વિષે પણ મનોવૈજ્ઞાનિકો માનતા હોય છે. મોટેરાં કરતાં આવાં નાનેરાં ઘણીવાર એવી સમજદારી બતાવતાં હોય છે કે જે કોઈના માન્યામાં પણ ન આવે.

માણસના અન્ય માણસ સાથેના ત્રણ પ્રકારના સંબંધો સંભવિત હોય છે; દોસ્તી, ન દોસ્તી કે ન દુશ્મની અને દુશ્મની. વ્યક્તિવ્યક્તિ વચ્ચે અગાઉ જણાવેલાં કારણો પૈકીના કોઈ એક કારણને લઈને સંબંધો વણસે, ત્યારે તેઓ ન દોસ્તી કે ન દુશ્મની એવા મધ્યમ ભાવને અપનાવે તો તેવા સંજોગોમાં સંબંધો પુન: સ્થાપિત થવાની શક્યતાઓ વધી જાય છે. આમેય અજાણી વ્યક્તિઓ સાથેના આપણા સંબંધો આવા નિર્લેપ જ હોય છે ને ! આ પ્રકારની વર્તણૂકને આપણે મધ્યમ માર્ગ કે તટસ્થભાવ એ રીતે ઓળખાવી શકીએ. આમ માનવીય સંબંધોમાં વૈમનસ્યથી બચવા માટે કે વણસેલા સંબંધોને ફરી જોડવા માટેનો આ જ એક સચોટ વિકલ્પ છે, જેને સમજદારોએ જીવનમાં ઉતારવો રહ્યો. રાજકારણિયાઓ તો ગળથૂથીમાંથી જ શીખી ગયા હોય છે કે કોઈને કાયમી દોસ્ત કે દુશ્મન ન સમજવો. અહીં એ લોકોના જેવો તટસ્થભાવ કેળવવાની વાત નથી. એ લોકો તો પોતાના હિતને સાચવવા કાચિંડાની જેમ રંગ બદલતા હોય છે. એ લોકો તો પોતાનો સ્વાર્થ સાધવા દંડવત્ પ્રણામ કરીને પણ સામેવાળાની માફી માગી લેતા હોય છે; પણ એ માફી દિલથી નથી હોતી, પણ તકવાદી હોય છે.

અહીં જે વાત થઈ રહી છે, મધ્યમ માર્ગ કે તટસ્થભાવની; એ તો સામાન્ય નાગરિકો માટેની છે. આપણે દરેક જણ સાથે દોસ્તીભાવથી જોડાઈએ એ વધુ ઉત્તમ તો છે જ, પણ કદાચ કોઈનું વર્તન આપણા મનદુ:ખનું મોટું કારણ બની જાય, તો તેને દુશ્મન ન બનાવી દેતાં તેની સાથે કેટલોક સમય એ મધ્ય સ્થિતિમાં પસાર થવા દઈને ફરી પાછો દોસ્તીનો હાથ આસાનીથી લંબાવીએ. દુશ્મનભાવ એ બંને પક્ષ માટે પીડાકારી હોય છે અને તેથી શાણા લોકોએ તેનાથી બચવું જોઈએ. અહીં એક વાત પણ યાદ રાખવી ઘટે કે બે વ્યક્તિઓ વચ્ચેનાં મનદુ:ખ એ બે વ્યક્તિઓ પૂરતાં સીમિત રહે તે ઇચ્છનીય છે. ઘણામાં ઘણાં એ કારણો પોતપોતાનાં કુટુંબોને સ્પર્શતાં હોય તો કદાચ એમાં કુટુંબ પણ સામેલ થઈ શકે; પરંતુ એ હરગિજ યોગ્ય નથી કે પોતાનાં અન્ય સગાંસંબંધી કે મિત્રવર્તુળને પણ પોતાના પક્ષમાં સામેલ કરીને એક મોટો મોરચો રચવામાં આવે. અન્યોને પોતાની સમસ્યાઓમાં જોડવાં કે અન્યો તેમાં જોડાય તે દુરસ્ત નથી, કેમ કે એ લોકોને તો પેલી વ્યક્તિ સાથે સીધી કોઈ ઘટના બની જ નથી હોતી. આ કંઈ યુદ્ધનું મેદાન નથી કે બંને પક્ષે લશ્કરો તૈયાર કરવામાં આવે ! વળી એ પણ બનવા સંભવ છે કે આપણને સાથ આપનાર કે આપણે જેમનો સાથ મેળવવા માગીએ છીએ તેઓ જે ઘટના બની હોય ત્યારે પ્રત્યક્ષ હાજર ન પણ હોય અને તેમને કેવી રીતે ખબર પડી શકે કે આપણે અથવા સામેવાળામાંથી કોણ સાચું અને કોણ ખોટું હશે. ટૂંકમાં વિવાદમાં જેટલાં ઓછાં માણસો સંકળાયેલાં હશે, તેટલી ભવિષ્યે સમાધાન થઈ શકવા માટેની સરળતા રહેશે.

અર્ક : “સંપ ત્યાં જંપ”

– વલીભાઈ મુસા